અમેરિકા મલેશિયાને 20 અબજ ડૉલર આપશે

બુધવાર, 8 મે 2019 (09:53 IST)
અમેરિકા મલેશિયાને લગભગ 20 કરોડ અમેરિકન ડૉલર આપવાનું છે. આ ધન મલેશિયાના સરકારી વિકાસ ફંડ 1એમબીડી સંલગ્ન સંપત્તિને જપ્ત કરાયા બાદ જમા કરવામાં આવી રહ્યું છે. અમેરિકન અધિકારીઓ અત્યાર સુધી મલેશિયાને 5.7 કરોડ ડૉલર આપી ચૂક્યા છે.
 
આરોપ એવો છે કે હોલીવૂડની એક કંપનીએ 1એમબીડી ફંડમાંથી પૈસા લઈ ફિલ્મોમાં લગાવ્યા હતા. કથિત રીતે 1એમબીડી ફંડથી પૈસા લઈને મૅનહેટ્ટનમાં ખરીદાયેલી એક સંપત્તિના વેચાણ બાદ અમેરિકા વધુ 13.9 કરોડ ડૉલર મલેશિયાને આપશે.
 
નોંધનીય છે કે મલેશિયાના સરકારી 1એમબીડી ફંડ એટલે કે 1મલેશિયા ડેવલપમૅન્ટ બૅહાર્ડ ફંડમાંથી અબજો રૂપિયા ગાયબ છે. દેશના અર્થતંત્રના વિકાસ માટે અને કૂટનીતિક રીતે મહત્ત્વના રોકાણને પ્રોત્સાહન આપવા માટે વર્ષ 2009માં આ ફંડ બનાવાયું હતું.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર