અમેરિકાની પાકિસ્તાનને ચેતવણી, ભારત પર ફરી આતંકી હુમલો થયો તો ખતરનાક સાબિત થશે

ગુરુવાર, 21 માર્ચ 2019 (14:47 IST)
આતંકવાદ મુદ્દે અમેરીકાએ પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે, જો ભારત પર હવે કોઇ આતંકી હુમલો થશે તો તે તેના માટે મોટી મુસીબત બની શકે છે. . ટ્રમ્પ પ્રશાસનના એક સિનિયર અધિકારીએ વ્હાઇટ હાઉસમાં કહ્યું કે આપણે એ જોવાની જરૂર છે કે પાકિસ્તાન પોતાના ક્ષેત્રમાં સક્રિય જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકી સંગઠનોની વિરૂદ્ધ કાર્યવાહી કરે. જો પાકિસ્તાન ઇચ્છે છે કે એક વખત ફરીથી તણાવની સ્થિતિ ઉભી ના થાય તો પછી તેણે એકશન લેવું પડશે.વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસના એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે, પાકિસ્તાને આતંકી સંગઠનો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવાની જરૂર છે. ભારત-પાક. વચ્ચે તણાવ સર્જાય નહી તે માટે જરૂરી છે કે પાકિસ્તાને ખાસ કરીને જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા વિરુદ્ધ સખ્ત પગલાં ભરે.
 
અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે કહ્યું, “જો પાકિસ્તાન તરફથી આતંકી સંગઠનો સામે નક્કર કાર્યવાહી કરવામાં ન આવી તો કોઈ અન્ય હુમલો પાકિસ્તાન માટે મોટી મુસીબત પેદા કરી શકે છે અને આ ક્ષેત્રમાં ફરીથી તણાવ વધવાનું કારણ પણ બનશે.” બાલાકોટમાં ભારતીય વાયુસેનાએ કરેલી એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાને ભરેલા પગલાં વિશે પૂછવામાં આવતા અધિકારીએ કહ્યું, અમેરિકા અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ આતંકી સંગઠનો સામે નિર્ણાયક અને નક્કર કાર્યવાહી થતી જોવા માગે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર