જૈન મુનિ તરુણ સાગરના 51 વર્ષની વયે નિધન થઈ ગયુ છે. તેમણે દિલ્હીના શાહદરાના કૃષ્ણાનગરમાં શનિવારે સવારે 3:18 વાગ્યે અંતિમ શ્વાસ લીધો. ઉલ્લેખનીય છે કે તેમને કમળો થયો હતો. જ્યારબાદ તેમને દિલ્હીના જ એક ખાનગી હોસ્પિટલમાં ઉપચાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. એવુ કહેવાય રહ્યુ છે કે તેમના પર દવાઓની અસર થવી બંધ થઈ ગઈ હતી.
એવુ કહેવાય રહ્યુ છે કે જૈન મુનિએ સારવાર કરાવવાની ના પાડી દીધી હતી અને કૃષ્ણાનગર સ્થિત રાઘાપુરી જૈન મંદિર ચાતુર્માસ સ્થળ પર જવાનો નિર્ણય લીધો. જૈન મુનિ તરુણ સાગરનો અંતિમ સંસ્કાર બપોરે 3 વાગ્યે દિલ્હી મેરઠ હાઈવે સ્થિત તરુણસાગરમ તીર્થ પર થશે. તેમની અંતિમ યાત્રા દિલ્હીના રાઘેપુરથી શરૂ થઈને 28 કિમી દૂર તરુણસાગરમ પર પહોંચશે.
પોતાના નિવેદનોને લઈને હંમેશા ચર્ચામાં રહ્યા
જૈન મુનિ તરુણ સાગર પોતાના નિવેદનોને લઈને મોટાભાગે ચર્ચામાં રહેતા હતા. જૈન મુનિ દેશની અનેક વિધાનસભામાં પ્રવચન આપ્યુ. હરિયાણા વિધાનસભામાં તેમના પ્રવચન પર ઘણૉ વિવાદ થયો હતો. જ્યારબાદ સંગીતકાર વિશાલ ડડલાનીના એક ટ્વીટે ખૂબ વિવાદ ઉભો કર્યો હતો. મામલો વધતો જોઈએને વિશાલને માફી માંગવી પડી હતી. આ વિવાદ બાદ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલ સંગીતકાર ડડલાનીએ રાજનીતિથી ખુદને અલગ કરી લીધા હતા.
જૈન મુનિ તરુણ સાગરનો જન્મ મધ્યપ્રદેશના દમોહમાં 26 જૂન 1967ના રોજ થયો હતો. તેમની માતાનુ નામ શાંતિબાઈ અને પિતાનુ નામ પ્રતાપ ચંદ્ર હતુ. મુનિ તરૂણ સાગરજી મહારાજ સાહેબનું સાંસારીક નામ પવનકુમાર જૈન હતું. તરુણ સાગરે આઠ માર્ચ 1981ના રોજ ઘર છોડ્યુ હતુ અને ત્યારબાદ તેમને છત્તીસગઢથી દીક્ષા લીધી. જૈન મહારાજ સાહેબ કડવે વચન માટે માટે ખુબ જાણીતા બન્યા હતા અને સમગ્ર વિશ્વમાં તેમના સમર્થકો પણ ફેલાયેલા છે.