Netflix મોબાઈલ યુઝર્સ માટે જલ્દી આવશે સસ્તા પ્લાન, જાણો કેટલા સસ્તા રહેશે પ્લાન

ગુરુવાર, 18 જુલાઈ 2019 (14:36 IST)
ઘરેલુ બજારમાં અમેજન પ્રાઈમ વીડિયો અને અન્ય સ્થાનીક વીડિયો સ્ટ્રીમિંગ કંપનીઓની તરફથી વધતી પ્રતિસ્પર્ધાને જોતા વીડિયો સ્ટ્રીમિંગ કંપની નેટફ્લિકસની યોજના સસ્તા પ્લાન રજુ કરવાની છે. કંપની ફક્ત મોબાઈલ પર વીડિયો જોનારા દર્શકો માટે વિશેષ રૂપે સસ્તા પ્લાન લાવી શકે છે. 
 
નેટૅફ્લિકસનું માનવુ છે કે ભારતીય બજારમાં વૃદ્ધિ કરવુ મૈરાથન દોડ જેવુ છે. કંપનીએ નિવેદનમાં કહ્યુ કે અનેક મહિનાના પ્રયોગ પછી અમે મોબાઈલ સ્ક્રીન પર વીડિયો જોનારા લોકો માટે વિશેષ રૂપે સસ્તા પ્લાન રજુ કરવાનો નિર્ણય કર્યો છે. 
 
કંપનીએ કહ્યુ કે તે આ પ્લાનને ત્રીજા ત્રિમાસમાં રજુ કરશે.  તેમનુ માનવુ છે કે આ પ્લાનની મદદથી વધુમાં વધુ ભારતીયને નેટફ્લિક્સની તરફ આકર્ષિત કરી શકાય છે.  કારણ કે દેશમાં ટીવી પર સરેરાશ પ્રતિ વ્યક્તિ ચુકવણી ખૂબ જ ઓછી છે. 
 
પ્લાન્સ
 
કંપની છેલ્લા અનેક મહિનાથી મોબાઈલ ગ્રાહકો માટે 250 રૂપિયા માસિક પ્લાનનુ પરીક્ષણ કરી રહી છે. કંપનીનો વર્તમાન પ્લાન 500 રૂપિયા મહિનાથી શરૂ થાય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર