Happy Birthday - અનુષ્કા શર્માને આ વાત પર વધુ ગર્વ, જાણો તેમના વિશે 5 રસપ્રદ વાતો
સોમવાર, 1 મે 2017 (12:28 IST)
. તાજેતરમાં જ અનુષ્કા શર્માની હોમ પ્રોડક્શન ફિલ્મ ફિલ્લોરી બોક્સ ઓફિસ પર ભલે કોઈ ખાસ ધમાલ ન મચાવી શકી હોય પણ અનુષ્કા શર્માનો જલવો કાયમ છે. ક્યારેક વિરાટ કોહલી તો ક્યારેક કોઈ સોશિયલ કૉઝને લઈને અનુષ્કા સતત ચર્ચામાં રહે છે. આજે અનુષ્કા શર્માનો જન્મદિવસ છે. 1 મે 1988ના રોજ જન્મેલી અનુષ્કાને જોત જોતામાં જ પોતાની મહેનત, લગન અને પ્રતિભાના બળ પર ઈંડસ્ટ્રીમાં પોતાનુ એક જુદુ સ્થાન બનાવી લીધુ છે. આવો તેના વિશે જાણીએ આ 5 રસપ્રદ વાતો..
બાળપણ - અનુષ્કા શર્માનું બાળપણ ખૂબ ડિસિપ્લિન સાથે વિતાવ્યુ છે. કારણ એ હતુ કે અનુષ્કાના પિતા એક આર્મી ઓફિસર છે. અનુષ્કા શર્માના પિતા આર્મીમાં કર્નલ અને માં આશિમા શર્મા હાઉસ વાઈફ છે. જ્યારે કે મોટો ભાઈ કર્નેશ શર્મા મર્ચંટ નેવીમાં છે. અનુષ્કાએ એક ઈંટરવ્યુમાં કહ્યુ હતુ કે તે એક એક્ટ્રેસ કરતા વધુ એક આર્મિ ઓફિસરની પુત્રી કહેવડાવવામાં વધુ ગર્વ અનુભવ કરે છે. અનુષ્કા કહી ચુકી છે કે તે આર્મી પરિવારની હોવાને કારણે તેની સ્કુલિંગ સારી થઈ છે. અનુષ્કા શર્મા બેંગલુરૂના આર્મી સ્કુલમાં ભણી છે અને તેણે માઉંટ કારમેલ કોલેજથી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે. નીચેના ફોટોમાં તમે અનુષ્કાના પિતા કર્નલ અજય કુમાર શર્માને જોઈ શકો છો.
ડેબ્યૂ - અનુષ્કા શર્માએ 2007માં ફેશન ડિઝાઈનલ વેંડેલ રૉડ્રિક્સ માટે એક મોડલના રૂપમાં પ્રથમ બ્રેક મળ્યો અને મૉડલિંગમાં કેરિયર બનાવવા માટે મુંબઈ જતા રહ્યા. યશરાજ ફિલ્મસમાં એક સફળ ઓડિશન પછે તેમને પ્રોડ્ક્શન હાઉસ સાથે ત્રણ ફિલ્મોના કરાર પર હસ્તાક્ષર કર્યા અને રબ ને બના દી જોડી(2008)માં શાહરૂખ ખાન સાથે સફળ ડેબ્યૂ કર્યુ. ત્યારબાદ તેમની ફિલ્મો બદમાશ કંપની અને બેંડ બાજા બારાતમાં પણ તેમને દર્શકો તરફથી ખૂબ પ્રશંસા મળી.
નવી ભૂમિકા માટે હંમેશા તૈયાર
અભિનય પછી અનુષ્કા શર્મા હવે ફિલ્મ પ્રોડક્શનમાં પણ હાથ અજમાવી રહી છે. એનએચ 10 અને ફિલ્લૌરી તેમના જ પ્રોડક્શન તળે બનેલી ફિલ્મો છે. અનુષ્કા રિસ્ક લેવામાં નથી માનતી અને તેમની પીકે, સુલતાન, એ દિલ હૈ મુશ્કિલ જેવી ફિલ્મોને જુઓ તો કહી શકાય છે કે હાલ અનુષ્કા પોતાના કેરિયરના ગોલ્ડન પીરિયડમાંથી પસાર થઈ રહી છે.
લવ બર્ડ
દુનિયા જાણે છે કે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી લવ બર્ડ છે. બંને વચ્ચે રોમાંસ અને નિકટની ચર્ચા અવારનવાર સાંભળવા મળે છે. આ બંને વચ્ચે પ્રેમની સૌથી મોટી બ્રેકિંગ ત્યારે મળી જયરે ટીમ ઈંડિયા ન્યૂઝીલેંડના પ્રવાસ પર હતી અને અનુષ્કા વિરાટને મળવા કીવી દેશ પહોંચી ગઈ.
સૈનિકો માટે ઊંડો જે પ્રેમ
અનુષ્કા શર્માના પિતા પોતે આર્મીમાં હતા તેથી અનેક અવસર પર અનુષ્કાની લાગણી જોવા મળી છે. તાજેતરમાં જ એક એવોર્ડ ફંક્શન દર્મિયાન અનુષ્કા શર્માએ શહીદોના પરિવાર માટે ખાસ કરીને જવાનના શહીદ થયા પછી તેમની પત્નીઓ માટે એક આંદોલન શરૂ કરવાનુ એલાન કર્યુ. તાજેતરમાં જ સુકમા દુર્ઘટના પછી તે સુકમાના શહીદ પરિવારની મદદ માટે પણ આગળ આવી. ઉલ્લેખનીય છે કે દેશવાસીઓને સંબોધિત કરતા અનુષ્કા શર્માએ એક ઓડિયો મેસેજ રજુ કર્યો છે. તેમા તે લોકોને ભારત સરકારની વેબસાઈટ પર જઈને શહીદોના પરિવારને આર્થિક મદદ કરવાની વિનંતી કરી રહી છે.