સૈફુલ્લાહની શબ લેવાનો પિતાએ કર્યો ઈનકાર, કહ્યુ - જે દેશનો ન થયો એ મારો શુ થશે !

ગુરુવાર, 9 માર્ચ 2017 (13:55 IST)
લખનૌના ઠાકુરગંજમાં માર્યો ગયેલ ISIS આતંકી સમૂહનો સભ્ય સૈફુલ્લાહના પરિવારે તેનાથી કિનારો કરી લીધો છે. સૈફુલ્લાહના ભાઈ અને પિતા સરતાજ ખાને મીડિયાને નિવેદન આપ્યુ છે કે જે દેશનો નથી થઈ શકતો.  તે મારો પુત્ર કેવી રીતે બની શકે.  એટલુ જ નહી બંનેને સૈફીઉલ્લાહનુ શરીર લેવાની અને તેના અંતિમ સંસ્કાર કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. 
 
કાનપુરના જાજમઉ વિસ્તારમાં રહેનારા આતંકી સૈફુલ્લાના ભાઈ ઈમરાને કહ્યુ કે અમે બધા હેરાન છીએ કે પાંચ સમયની નમાજ પઢનારો મુસલમાન આવુ કરી શકે છે. મને તેના મોત પર કોઈ દુ:ખ નથી. 
 
સૈફીઉલ્લાહ ત્રણ ભાઈઓમાં સૌથી નાનો હતો. પિતાએ જણાવ્યુ કે તેને અભ્યાસ માટે લડ્યા હતા. જ્યારબાદ તે ઘર છોડીને ભાગી ગયો હતો.  

વેબદુનિયા પર વાંચો