લતાજીનો આજે 91મો જનમદિવસ, 2001માં ભારત રત્ન અને હવે મળશે ડોટર ઓફ ધ નેશન એવોર્ડ

શનિવાર, 28 સપ્ટેમ્બર 2019 (16:50 IST)
હિન્દી સિનેમાની સ્વર કોકિલા લતા મંગેશકર 28 સપ્ટેમ્બર પોતાનો 90મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. 28 સપ્ટેમ્બરના રોજ લત આનો જન્મ મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં એક મરાઠી પરિવારમાં થયો હતો. મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં જન્મેલ લતા પંડિત દિનાનાથ  મંગેશકરની પુત્રી છે. લતાનુ પ્રથમ નામ હેમા હતુ. પણ જન્મના પાંચ વર્ષ પછી માતાપિતાએ તેનુ નામ લતા મુકી દીધુ હતુ. 
લતા પોતાના બધા ભાઈ બહેનોમાં મોટી છે. મીના, આશા, ઉષા અને હ્રદયનાથ તેમનાથી નાના છે.   તેમના પિતા રંગમંચના કલાકાર અને ગાયક હતા. ઉલ્લેખનીય છે કે લતાએ વર્ષ 1942માં કિટી હસાલ માટે પોતાનુ પ્રથમ સોંગ રેકોર્ડ કર્યુ હતુ. પણ આ વાત તેમના પિતાના દીનાનાથ મંગેશકરને પસંદ ન આવી અને તેમને ફિલ્મમાંથી લતાનુ સોંગ હટાવી દેવડાવ્યુ.  પરંતુ લતાએ ત્યારબાદ પણ ગાવાનુ ચાલુ રાખ્યુ. 
 
લતા દેશમાં જ નહી વિદેશોમાં પણ ફેમસ છે.  તેમણે પોતાના અવાજના જાદુથી લોકોના દિલોમાં ખાસ સ્થાન બનાવ્યુ છે.  લતાએ લગભગ 7 દસકો સુધી હિન્દિ ગીતોની દુનિયા પર રાજ કર્યુ છે.   લતાએ 1950માં અનેક સુપરહિટ ફિલ્મોમાં પોતાનો અવાજ આપીને સાંભળનારાઓને શાંતિ આપી.   એ દરમિયાન બૈજુ બાવરા, મધર ઈંડિયા, દેવદાસ અને મધુમતિ જેવી હિટ ફિલ્મોના ગીત ગાયા. 
ફિલ્મ મધુમતિ ના ગીત આજા રે પરદેશી માટે 1958 માં લતા મંગેશકરને પ્રથમ ફિલ્મફેયર એવોર્ડ મળ્યો.  લતાએ એ સમયના જાણીતા ગાયક જેવા કે મોહમ્મદ રફી, કિશોર કુમાર, મુકેશ, હેમંત કુમાર, મહેન્દ્ર કપૂર અને મન્ના ડે આ બધા સાથે સેકડો  હિટસ આપ્યા. એવુ કહેવાય છે કે લોકો લતાના વખાણ કરતા થાકતા નહોતા. મોટા મોટા પ્રોડ્યુસર્સ, મ્યુઝિક ડાયરેક્ટર્સ અને એક્ટર્સ તેમની સાથે કામ કરવા માટે લાઈન લગાવતા હતા. 
 
લતાજીએ પોતાના કેરિયરમાં હિન્દી અને ઉર્દુ સહિત 36 ભાષાઓમાં ગીત ગાયુ છે અને તેમને હિન્દી સિનેમા જગતનુ સૌથી મોટુ સન્માન  દાદા સાહેબ ફાલ્કે એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી ચુક્યા છે.  લતાજીને 2001માં ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.  આ ઉપરાંત લતાને અનેક એવોર્ડ્સથી સન્માનિત કરાઅમાં આવ્યા .  બીજી બાજુ હવે ભારતીય ફિલ્મ સંગીતમાં સાત દસકના અભૂતપૂર્વ યોગદાન માટે સ્વર કોકિલાને આજે ડૉટર ઓફ નેશનનો ખિતાબ આપવામાં આવશે.  મીડિયા રિપોર્ટ્સ મુજબ આ ખાસ અવસર માટે ગીતકાર અને કવિ પ્રસૂન જોશીએ ખાસ ગીત પણ લખ્યુ છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર