ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી સંદર્ભે મતદાન અંગે Exit Poll અને Opinion Poll પર પ્રતિબંધ

ગુરુવાર, 17 ઑક્ટોબર 2019 (14:31 IST)
૨૧ ઓક્ટોબર સવારના ૦૭-૦૦ થી સાંજના ૬-૩૦ દરમિયાન મતદાન અંગે સર્વેક્ષણ તથા ચૂંટણી સર્વેક્ષણ સહિતની કોઇપણ ચૂંટણી સંબંધી માહિતી પ્રસારિત કરી શકાશે નહિ. ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં ખાલી પડેલ છ વિધાનસભાની પેટા ચૂંટણી ૨૧મી ઓક્ટોબરે યોજાનાર છે જે સંદર્ભે મતદાન અંગેના સર્વેક્ષણ (Exit Poll) કરવા અને સર્વેક્ષણના પરિણામો પ્રસિદ્ધ કરવા માટે પ્રતિબંધ ફરમાવ્યો છે એમ રાજ્યના સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારીએ જણાવ્યું છે.
 
રાજયમાં ૦૬ થરાદ, ૧૬-રાધનપુર, ૨૦-ખેરાલુ, ૩૨-બાયડ, ૫૦-અમરાઇવાડી તથા ૧૨૨-લુણાવાડા વિધાનસભાની પેટા ચૂંટણીઓ માટે ૨૧મી ઓક્ટોબરે મતદાન થનાર છે. આ સંદર્ભે તા.૨૧/૧૦/૧૯ને સોમવારના રોજ સવારના ૦૭-૦૦ વાગ્યાથી સાંજના ૦૬-૩૦ વાગ્યા દરમિયાન નક્કી કરતું મતદાન તથા મતદાન પૂરુ થવાના કલાક સાથે પૂરા થતા ૪૮ કલાકના સમયગાળા દરમિયાન મતદાન અંગે સર્વેક્ષણ (Exit Poll) કરવા અને મતદાન અંગેના અનુમાનો (Opinion Poll)) કે ચૂંટણી સંબંધી સામગ્રી કોઇપણ ઇલેકટ્રોનીક માધ્યમ પરથી પ્રસારિત કરવા પર લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૧ હેઠળ પ્રતિબંધ ફરમાવાયો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર