યોગીના શપથ ગ્રહણ પર અખિલેશે પકડ્યો મોદીનો હાથ, PMના કાનમાં શુ બોલ્યા મુલાયમ

સોમવાર, 20 માર્ચ 2017 (10:11 IST)
ઉત્તર પ્રદેશના ગોરખપુરથી સાંસદ યોગી આદિત્યનાથે રવિવારે લખનઉમાં યૂપીના સીએમના રૂપમાં શપથ લીધા છે. શપથ ગ્રહણ સમારંભમાં પહોંચેલ સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવ અને નિવર્તમાન મુખ્યમંત્રી અખિલેશ યાદવે યોગીને મંચ પર શુભેચ્છા આપી. યોગી આદિત્યનાથે બંનેની શુભેચ્છા સ્વીકાર કરતા મુલાયમ સિંહ યાદવને સસન્માન મંચ પર બેસાડ્યા.  થોડીવાર પછી મુલાયમને મોદીના કાનમાં કંઈક વાત કરતા જોવા મળ્યા. જેવા મુલાયમ મોદી પાસે પહોંચ્યા કે બહા કેમેરા તેમની પર જ ફોકસ થઈ ગયા. 
મોદી પણ મુલાયમને ઉત્સાહપૂર્વક મળ્યા. આ દરમિયાન મુલાયમે મોદીના કાનમાં કંઈક કહ્યુ જેની ચર્ચા શરૂ થઈ ગઈ કે યાદવે એવુ તે શુ કહ્યુ પીએમ મોદીને. મુલાયમ પોતે અખિલેશને મોદી પાસે લઈ ગયા. અખિલેશે પણ મોદી સાથે હાથ મિલાવ્યા. પીએમે અખિલેશની પીઠ થપથપાવી.  શપથ ગ્રહણ સમારંભમાં મુલાયમ સિંહ યાદવ અને અખિલેશ સામાન્ય લાગી રહ્યા હતા.  વચ્ચે વચ્ચે મુલાયમ સિંહ યાદવ ભાજપાના લાલકૃષ્ણ અડવાણી અને નિતિન ગડકરી સાથે પણ વાત કરતા જોવા મળ્યા.  સમારંભમાં કોંગ્રેસ અને બસપાના કોઈ નેતા ન જોવા મળ્યા. યૂપીની પૂર્વ મુખ્યમંત્રી અને બસપા પ્રમુખ માયાવતી પણ આવ્યા નહી. 

વેબદુનિયા પર વાંચો