શારદાબેન હોસ્પિટલ, બાળકને દવાની જગ્યાએ ફીનાઇલ પીવડાવ્યાનો આક્ષેપ

બુધવાર, 4 ઑક્ટોબર 2023 (11:10 IST)
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલ.જી. હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ, વીએસ.હોસ્પિટલ, નગરી હોસ્પિટલ અને SVP હોસ્પિટલમાં કાયમી સુપ્રિટેન્ડન્ટ નહીં હોવાથી દર્દીને ભગવાનના ભરોસે છે. 
 
 સરસપુરમાં આવેલી શારદાબેન હોસ્પિટલ ફરી એક વાર વિવાદમાં આવી છે.  શારદાબેન હોસ્પિટલમાં દાખલ નાના બાળકને દવાની જગ્યાએ ફીનાઇલ પીવડાવી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેને લઇ વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ આજે શારદાબેન હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને આ ગંભીર ઘટનાની નોંધ લઇ અને તપાસ કરવા માટે માંગ કરી હતી.
 
1 માસના બાળકને તાવ અને ઉલટીઓ થયા બાદ સારવાર માટે લાવવામાં આવ્યો ત્યારે સોમવારે સવારે ડોક્ટરે તપાસ બાદ દવા લખી આપી હતી. બાળકની માતાએ નર્સ પાસેથી તે દવા લઇને પાંચ એમ.એલનો ડોઝ આપ્યા બાદ બાળકની તબિયત લથડી હતી

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર