દિલ્હીથી પાકિસ્તાની આતંકીની ધરપકડ, AK-47, 60 કારતૂસ, 50 કારતૂસ મળ્યા
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને એક સફળતા મળી છે. દિલ્હી પોલીસને લક્ષ્મીનગરથી પાકિસ્તાની આતંકીની ધરપકડ કરી છે. પોલીસે તેની પાસેથી AK-47 હથિયાર, હેન્ડ ગ્રેનેડ જપ્ત કર્યા છે. હાલમાં પોલીસે પકડેલા આતંકીની પુછપરછ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ પહેલા સુરક્ષા એજન્સીઓએ એલર્ટ જારી કર્યુ હતુ કે આઈએસઆઈ દિલ્હીમાં વિસ્ફોટ કરી શકે છે. તે નકલી ઓળખપત્રના આધારે દિલ્હીમાં અલી અહમદ નૂરીના નામથી રહી રહ્યો હતો. નકલી દસ્તાવેજોના આધાર પર તેણે શાસ્ત્રી પાર્કથી એક એડ્રેસ પર તેણે ભારતીય ઓળખપત્ર બનાવ્યું હતુ. જેમાં તેનું નામ અલી અહમદ નૂરી છે.
આતંકવાદી પાસેથી AK-47 સહિત અનેક વિસ્ફોટકો મળ્યા
તેણે આપેલી માહિતીના આધારે કાલિંદી કુંજના યમુના ઘાટથી એક AK-47, 60 કારતૂસ, એક હેન્ડ ગ્રેનેડ, 2 પિસ્તોલ અને તેના 50 કારતૂસ મળ્યા છે.