વિધાનસભા ખાતે ગીર અભયારણ્ય ખાતે પ્રવાસીઓની મુલાકાત અંગે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુતર મુકેશભાઈ પટેલે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, છેલ્લા એક વર્ષમાં આ અભયારણ્ય ખાતે 1,94,415 પ્રવાસીઓએ મુલાકાતે આવ્યા હતા. જેમાં 1,86,918 ભારતીય અને 6,497 વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે. જે પેટે રાજ્ય સરકારને રૂ. 4,92,00,350ની આવક થઇ છે. આ આવકનો ખર્ચ સિંહોના સંરક્ષણ, સંવર્ધન, બચાવ રાહત અને પ્રવાસીઓની સુવિધાઓમાં વધારો કરવા માટે કરવામાં આવે છે.