પશ્ચિમ બંગાળમાં આકાશમાંથી કહેર બનીને તૂટી પડી વીજળી, 3 જીલ્લામાં 23 લોકોના મોત

સોમવાર, 7 જૂન 2021 (22:57 IST)
પશ્ચિમ બંગાળમાં એક જ દિવસમાં આકાશીય વીજળી પડવાથી ઓછામાં ઓછા 23 લોકોના મોત થઈ ગયા. આજે બપોરથી સાંજની વચ્ચે દક્ષિણ બંગાલમાં આંધીની સાથે વરસાદ પડ્યો અને સતત વીજળી ચમકી આવામાં જે લોકો ઘરમાંથી બહાર હતા, વીજળી પડવાથી તેમાથી અનેકના મોત થઈ ગયા. 
 
ફક્ત હુગલી જીલ્લામાં જ 10 લોકોના મોત થયા છે. જ્યારે કે મુર્શિદાબાદ જીલ્લામાં 9 લોકોના મોત થયા છે અને પશ્ચિમ મિદનાપુર જીલ્લામાં 2 લોકોના મોત થયા છે. હાવડા જીલ્લામાં પણ વીજળી પડવાથી બે લોકોના મોત થઈ ગયા છે. 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટનામાં મરનારાઓ પરિજનોને 2 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને મરનારાઓ પ્રત્યે સંવેદના બતાવી અને વળતર આપવાની જાહેરાત કરી.

 
પશ્ચિમ બંગાળમાં આ ઋતુમાં અચાનક તેજ આંધી અને વરસાદ પડે છે જેને કાલબૈસાખી કહે છે. દર વર્ષની જેમ જ કાલ બૈસાખીના દરમિયાન વીજળી પડવાથી કે પછી કરંત લાગવાથી અનેક લોકોના મોત થઈ જઆય છે. હવામાન વિભાગના મુજબ કલકત્તા અને તેની આસપાસ ભયંકર વાવાઝોડામાં આવેલી આંધી લગભગ 60 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી ચાલી અને તે લગભગ 2 મિનિટ રહી. 
 
પશ્ચિમ બંગાલમાં થયેલ આકાશીય કહેર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. પીએમ મોદીએ દુર્ઘટનામાં ઘાયલ લોકોને જલ્દી ઠીક થવાની પ્રાર્થના પણ કરી છે. પીએમે પોતાના ટ્વીટ કહ્યુ છે. પશ્ચિમ બંગાલમાં આકાશીય વીજળી પડવાથી જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, તેમની સાથે મારી સંવેદનાઓ છે. પ્રાર્થના છે કે જે લોકો ઘાયલ થયા છે તે જલ્દીથી જલ્દી ઠીક થઈ જાય 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર