સુરતમાં ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ વિજેતા: BSPના ઉમેદવાર પ્યારેલાલે ફોર્મ પાછુ ખેંચ્યું

સોમવાર, 22 એપ્રિલ 2024 (15:40 IST)
BJP candidate Mukesh Dalal wins in Surat
સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસનું ફોર્મ રદ થયા બાદ ભાજપે અન્ય આઠ ઉમેદવારોને મનાવવા માટે પ્રયાસ શરૂ કર્યા હતાં. જેમાં સાત ઉમેદવારો માની ગયાં હતાં અને એક બસપાના ઉમેદવાર પ્યારેલાલ ભારતી વડોદરાથી સંપર્ક વિહોણા થયા હતાં. ત્યાર બાદ અચાનક તેમણે પોતાનું ફોર્મ પરત ખેંચતા સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ ચૂંટણી લડ્યા વિના વિજેતા બન્યાં છે. સુરતની બેઠક ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર બિનહરિફ જાહેર થઈ છે. 
 
પ્યારેલાલે ગઈકાલે પોલીસ પ્રોટેક્શન માંગ્યું હતું
સુરત લોકસભા બેઠક હાલમાં રાજકીય ક્ષેત્રે ચર્ચાનો વિષય બન્યો છે. બહુજન સમાજ પાર્ટીમાંથી પોતાની ઉમેદવારી નોંધાવનાર પ્યારેલાલ ભારતી વડોદરાથી સંપર્ક વિહોણા થયાં છે. છેલ્લા એક કલાકથી વધુના સમયથી તેમના પરિજનો તેમજ પાર્ટીના લોકો તેમનો સંપર્ક કરી રહ્યાં છે. તેઓની 12 વાગ્યાની આસપાસ પાર્ટીના મુખ્ય નેતાઓ સાથે વાતચીત થઈ હતી, ત્યાર બાદથી કોઈ અતોપતો નથી. ગઈકાલે પ્યારેલાલ ભારતી અને તેમના ફેમિલીના લોકો વડોદરામાં અલગ-અલગ જગ્યાએ રોકાયા હતા. જે પછીથી હજુ સુધી કોઈ વાતચીત થઈ નથી. તેમની પાર્ટીના પ્રમુખ દ્વારા પ્યારેલાલ ભારતી માટે પોલીસ પ્રોટેક્શન માગવામાં આવ્યું હતું. ગઈકાલે સુરત કલેકટરે અને પોલીસને પત્ર લખ્યો હતો. હવે અચાનક તેમણે ફોર્મ પાછું ખેંચતા મુકેશ દલાલ ચૂંટણી લડ્યા વિના વિજેતા બન્યાં છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર