Kitchen tips : કિચનને ટીપટોપ રાખવા આટલુ કરો.

રસોડું નાનુ હોય કે મોટુ તેની સફાઈ રાખવી ખૂબ જરૂરી હોય છે. રસોડું ગૃહિણીનો સાથી છે, કારણ કે અહી રસોઈ બનાવીને જ તે ઘરના અને બહારના લોકોનું દિલ જીતે છે, દરેકમાં પ્રશંસાને પાત્ર બને છે. તેથી રસોડાને ચમકતું રાખવુ જરૂરી છે. ભોજન બનાવતી વખતે થોડું ઘણું ખાદ્યધાન રસોડામાં નીચે કે પ્લેટફોર્મ પર પડતુ હોય છે જેનાથી લાદી ચીકણી થઇ જાય છે. અને તેના પર ચાલવાથી પગ ચોંટે છે. કીડીઓ પણ થઈ જાય છે. 

અહી અમે ગૃહિણીઓને ઉપયોગી એવી થોડી કિચન ટિપ્સ અમે આપી રહ્યા છે. આ કિચન ટિપ્સ અપનાવો અને બની જાવ એક સ્માર્ટ અને સુઘડ ગૃહિણી.

- કિચનને ટીપટોપ રાખવા આટલુ કરો.

- રસોઇ બનાવતા પહેલા અને પછી ચૂલાને સ્વચ્છ કરવાની આદત રાખો. ચૂલાને લૂછવા માટે અલગ સ્વચ્છ કપડું હોવું જરૂરી છે.
- પરિવારના દરેક સભ્યને જમ્યા બાદ થાળી કે પ્લેટ સિંકમાં રાખવાની આદત પાડવી. વાસણોને ધોતા પહેલાં તેમાંથી એંઠવાડ કાઢવો જરૂરી છે જેથી સિંકની પાઇપમાં કચરો ભરાઇ ન જાય.એઠા વાસણોને રાખવા માટે એક મોટુ ટબ જરૂર રાખો. જો એંઠા વાસણોમાં પાણી નાખીને રાખવા તેથી મોડેથી સાફ થાય તો પણ તે ખરાબ ન થાય.

- તમે રસોડામાં રોજ વાપરતા હોય તેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો જેવા કે મિક્સર, ઓવન, ઈલેક્ટ્રીક સગડી વગેરે વપરાશ પછી પ્લગથી અલગ કરીની લૂંછી તેને યથાસ્થાને મુકવી. આવી વસ્તુઓની સફાઈ ન થતા તેની પર ડાધ પડશે કે પછી તેના પર વંદા કે કીડીઓ ફરશે. દરેક વસ્તુ યોગ્ય સ્થાને રાખવાથી રસોડાનું પ્લેટફોર્મ મોટું દેખાશે ઉપકરણો પણ સ્વચ્છ રહેશે.

- રસોઇ બનાવતી વખતે કે જમતી વખતે જમીન પર કે ડાઇનિંગ ટેબલ પર ઢોળાયુ હોય તો તરત જ લૂછી નાખવું.

- શાક સમારવાના ચાકુ તેમજ માખણ લગાડવાના નાઇફનો ઉપયોગ કર્યા બાદ તરત જ ધોઇ નાખવા. તેને રોજ રોજ એંઠા વાસણ સાથે સાફ કરવા ન મુકવા.

- બિસ્કિટ, સુકા નાસ્તા વગેરેના પેકેટને એર ટાઈટ ડબામાં રાખવા અને ડબા કિચન કેબિનેટમાં રાખવા. જેથી ઝીણા વાંદા કે જીવડાં તેના પર ફરે નહીં.

- શાક અને ફળને સમારીને તેની છાલ ડસ્ટબિનમાં નાખવી જેથી કિચન સાફ રહે અને તેના પર મચ્છર-માખી બેસે નહીં.

- કિચનની રોજની વસ્તુઓના ડબ્બા વસ્તુ ખલાસ થાય કે ધોઈને તાપમાં સુકવી લેવા પછી જ વસ્તુ ભરવી. આ રીતે કરવાથી દરેક ડબા વારાફરતી સાફ થઈ જશે.

- રસોઇ બનાવ્યા બાદ રસોડામાં ફિનાઇલનું પોતુ કરવું. ડાઈંનિંગ ટેબલ પર બેસો કે જમીન પર, જમ્યા પછી તે સ્થાન પર ફિનાઈલનું પોતું જરૂર લગાવવુ. આવુ કરવાથી માખીઓ થતી નથી.

- રસોડા કે કિચન પ્લેટફોર્મ ધોવા માટે સારી ગુણવત્તાવાળો સાબુ કે પાવડર વાપરવો જેથી વાસણોમાં તે ચોંટે નહી.

- તમને વધુ સમય ન મળતો હોય તો કિચનના પ્લેટફોર્મના ખૂણે ખૂણા મહિનામાં એકાદવાર ધોવા કે લૂંછી લેવા.

વેબદુનિયા પર વાંચો