Try this : આટલી ઉપયોગી ટિપ્સ અજમાવી જુઓ

P.R


વધેલી દાળનો ઉપયોગ કરો - જો જમ્યા પછી થોડી દાળ બચી ગઈ હોય તો તેને ફેંકવાને બદલે લોટ બાંધતી વખતે તેમા ઉમેરી દો. રોટલી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનશે.

ધાર કાયમ રહેશે - મહિનામાં એકાદવાર મિક્સર ગ્રાઈડરમાં થોડુક સાધારણ મીઠુ નાખીને તેને ચલાવી લો. આવુ કરવાથી મિક્સરની બ્લેડમાં ધાર બની રહેશે.

કામ લાગશે ઈલાયચી - વર્ષાઋતુમાં જીવ ગભરાવવો, ઉલટી જેવુ થવુ, માથાનો દુ:ખાવો, શ્વાસની દુર્ગંધ જેવી સમસ્યાઓ ઘેરી લે છે. આ બધાથી તમને નાનકડી ઈલાયચી છુટકારો અપાવશે.

મચ્છર ભાગી જશે - કપૂરના બંધ ટુકડાને એક કપ પાણીમાં નાખીને પલંગ નીચે અથવા તો ઘરમાં જ્યા પણ મુકશો, મચ્છર તેની આસપાસ પણ નહી જોવા મળે.

પીળાશ જતી રહેશે - અડધા લીંબૂને કાપીને થોડો રસ કાઢી લો. નખને લીંબૂમાં નાખીને થોડીવાર સુધી રગડો. હવે લીંબૂ હટાવીને બેબી ટૂથબ્રસથી માલિશ કરો. પીળાશ જતી રહેશે.

વેબદુનિયા પર વાંચો