વજન ઘટાડવા ઉપરાંત મોટી-મોટી બીમારીઓને દૂર કરે છે હળદર, આદુ અને તજની ચા

મંગળવાર, 18 ઑક્ટોબર 2016 (17:49 IST)
આજે અમે તમને હળદર આદુ અને તજની એવુ એક ડ્રિંક બનાવતા શીખવાડીશુ જેને પીવાથી તમારા શરીરની દરેક બીમારી ઠીક થઈ જશે. અમે તમને તેના ફાયદા બતાવવાના છે સાથે જ તેને બનાવવાની રીત પણ બતાવીશુ. 
 
હાઈ બીપી, શુગર, પીસીઓડી, ગેસ-એસીડીટી શરીરના સોજા, જાડાપણુ અને આવી જ હજારો બીમારીઓ છે જેનાથી આજકાલ દરેક માણસ પરેશાન છે.  જો અમે તમને આ બીમારીઓથી લડવા માટે કોઈ એક એવી પ્રાકૃતિક દવા બતાવીએ જેનુ તમે નિયમિત રૂપે પાલન કરો તો તમે 100 ટકા ઠીક થઈ શકો છો. જી હા આજે અમે તમને હળદર, આદુ અને તજનુ એવુ ડ્રિંક બનાવતા શીખવીશુ જેને પીવાથી તમારા શરીરની બધી બીમારી ઠીક થઈ જશે. અમે તમને તેના ફાયદા અને સાથે જ તેને બનાવવાની વિધિ બતાવીશુ. 
 
આ ડ્રિંક બનાવવા માટે 1/2 ચમચી તાજુ ઘસેલુ આદુનો રસ, 1/2 ચમચી હળદર, 1 તજનો ટુકડો અને 400 મિલીગ્રામ પાણી. ગેસ પર પાણી ઉકાળવા મુકો. પછી તેમા તજ નાખો અને તાપને એકદમ ધીમો કરો. પછી તેમા હળદર અને આદુનુ જ્યુસ નાખો. 40 સેકંડ સુધી થવા દો અને ગેસ બંધ કરો. હવે તેને ગાળી લો અને ગરમ ચા ની જેમ પીવો. સારુ પરિણામ મેળવવા માટે તમે કાચી હળદરનો પ્રયોગ કરો.  
 
આ ડ્રિંકને સવારે ખાલી પેટ નાસ્તો કરતા પહેલા લેવુ પડશે અને પછી રાત્રે સૂતા પહેલા પીવુ પડશે.  હવે આવો જાણીએ આ ડ્રિંકના ફાયદા શુ છે... 
 
શરીરને ડિટોક્સ કરે -  આ પ્રાકૃતિક ચા તમારા લોહીમાંથી બધી ગંદકી બહાર કાઢશે અને શરીરને હેલ્ધી અને સાફ કરશે. 
 
માઈગ્રેનથી છુટૃકારો અપાવે - આ હર્બલ ડ્રિંકમાં સોજાને ઘટાડવાની શક્તિ હોય છે નએ આ માઈગ્રેનના દુખાવામાં રાહત અપાવે છે. 
 
ઉલટી-ઉબકામાં રાહત - આ ડ્રિંક પેટમાં એસિડના લેવલને ઘટાડે છે. જેનાથી ઉબકા આવતા નથી. આ પ્રેગનેંટ સ્ત્રીઓમાં મોર્નિગ સિકનેસને પણ દૂર કરે છે. 
 
ડાયાબીટીસમાં રામબાણ - આ પ્રાકૃતિક ડ્રિંક શરીરમાં બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરી રાખે છે અને ડાયાબીટીસના લક્ષણોને ઠીક કરે છે. અપચો દૂર કરે અને જો તમારુ પેટ હંમેશા ભરેલુ રહે છે અને તેમા ગેસ બને છે તો તમારે આ ડ્રિંક જરૂર પીવુ જોઈએ. આ પેટના એસિડને બેલેંસ કરે છે અને અપચો દૂર કરે છે. 
 
પીરિયડ્સના દુખાવાને કરે દૂર - તેમા સોજાને ઓછા કરવાની ક્ષમતા હોય છે તેથી તેને પીવાથી ક્રૈપ્સ દૂર થાય છે. 
 
જાડાપણુ ઘટાડે - જો તમે જાડા છો તો આ ચા રોજ સવારે ખાલી પેટ અને રાત્રે ડિનર પછી પીવો. તેનાથી તમારી કેલોરી બર્ન થશે અને શરીરનુ મૈટાબૉલિજ્મ એટલુ સારુ થઈ જશે કે મહેનત અને ડાયેટિંગ વગર જ વજન ઓછુ થવા માંડશે. 

વેબદુનિયા પર વાંચો