ફક્ત આ એક ડ્રિંક સાંધના દુ:ખાવાને કરશે છુમંતર

ગુરુવાર, 25 ઑગસ્ટ 2016 (11:37 IST)
પપૈયાને ગુણોની ખાણ કહેવામાં આવે છે. પપૈયુ ખૂબ જ લાભકારી ફળ છે. મોટાભાગના લોકો પપૈયાને એક ફળની જેમ જ ખાય છે. પણ આ માટે સ્વાસ્થ માટે પણ ખૂબ લાભ છે.  જો તમારા પગની આંગળીઓ, ઘુંટણ અને એડીમાં દુ:ખાવો છે તો લોહીમાં યૂરિક એસિડની માત્રા વધી જાય છે. જ્યારે યૂરિક એસિડ ક્રિસ્ટલના રૂપમાં આપણા હાથ અને પગના સાંધામાં જામી જાય છે તો તેને ગાઉટની બીમારી કહે છે. 
 
જો ગાઉટની સમસ્યાને નજરઅંદાજ કરવામાં આવે તો તેનથી ઉઠવુ બેસવુ મુશ્કેલ થઈ જાય છે. જોકે એક ડ્રિંક છે જે કાચા પપૈયા અને પાણીથી તૈયાર કરવામાં આવે છે. જેને આખો દિવસ પીવાથી ગાઉટના દુ:ખાવામાં આરામ મળી જાય છે. આજે અમે તમને બતાવી છીએ કે કેવી રીતે તૈયાર થાય છે આ ડ્રિંક. 
 
ડ્રિંક બનાવવાની વિધિ 
 
- સૌ પહેલા 2 લીટર સ્વચ્છ પાણી લઈને ઉકાળી લો. હવે એક મધ્યમ સાઈઝના કાચા પપૈયાને લઈને તેને સારી રીતે ધોઈ લો. 
 
- પપૈયાની અંદરના બીજ કાઢી લો અને પપૈયાના નાના-નાના ટુકડા કરી લો. આ પપૈયાના ટુકડાને  ઉકાળીને પાણીમાં નાખી 5 મિનિટ સુધી ઉકાળો. પછી તેમા 2 ચમચી ગ્રીન ટી ના પાન નાખો અને થોડો વધુ સમય સુધી ઉકાળો. 
 
- હવે પાણીને ગાળીને ઠંડુ કરી લો અને દિવસ દરમિયાન તેને પીતા રહો. 

વેબદુનિયા પર વાંચો