Health - રોજ સવારે એક ગ્લાસ ગરમ પાણી પીવાના ફાયદા જાણીને ચોંકી જશો તમે

મંગળવાર, 17 એપ્રિલ 2018 (15:16 IST)
વિશેષજ્ઞોએ અભ્યાસમાં જણાવ્યુ કે પાણીનુ તાપમાન 120 ડિગ્રી સેલ્સિયસથી વધુ ન હોવુ જોઈએ. વધુ ગરમ પાણી હોવાથી મોઢાની અંદરની કોશિકાઓ અને ત્વચાની પરત ક્ષતિગ્રસ્ત થઈ શકે છે.  તેમને સાત રીત બતાવી જેનાથી ગરમ પાણી પીનારાઓને જોરદાર ફાયદો મળશે. 
 
વજન ઘટાડવામાં મદદગાર... 
 
આ ઉપાય ડાયેટિંગનુ ટોર્ચર અને જીમની તકલીફ સહેવાથી અનેકગણુ સારુ છે. રોજ સવારે ફક્ત એક ગ્લાસ ગરમ પાણી પીને વજન ઘટાડી શકાતુ હોય તો તેનાથી સારુ બીજુ શુ હોઈ શકે છે. આ શરીર ઝેરીલા પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. 
 
સાઈનસમાં લાભકારી...  
 
સાઈનસ એક એવી સમસ્યા છે જે ખૂબ તનાવ આપે છે. સતત માથાનો દુખાવો અને બંધ નાકને  જો ફક્ત એક ગ્લાસ ગરમ પાણી રાહત અપાવી શકે છે તો પછી શુ વાત છે. આ નુસ્ખો શ્વાસ લેનારા આખા તંત્ર માટે ખૂબ મદદગાર હોય છે. 
દાંતોને પહોંચાડે આરામ 
 
સવરે ગરમ પાણી પીવાને ટેવથી શરીરના જે ભાગને રાહત મળે છે. દાંત પણ તેમાથી એક છે. પણ આપણે ધ્યાન રાખવુ જોઈએ કે પાણીનુ તપામાન એટલુ હોય કે મસૂઢા અને દાંતની પરતને નુકશાન ન થાય. 
 
પાચન માટે સારુ 
 
જો તમે અવારનવાર ખરાબ પાચન કે કબજિયાતની પરેશાનીઓનો સામનો કરો છો તો આ ઉપાય તમારે માટે રામબાણ હોઈ શકે છે. ગરમ પાણી નસોને ફેલાવનારી દવાની જેમ કામ કરે છે. તેનાથી રક્ત વાહિકાઓ પહોળી થઈ જાય છે અને આંતરડાની તરફ સંચાર સારો થાય છે.  તેનાથી પાચન તંત્રને મદદ મળે છે.  તેનાથી શરીરમાં પાણીની જરૂરિયાત ઝડપથી પૂરી થાય છે. 
 
શરીરમાંથી ઝેરીલા તત્વો કાઢે બહાર 
 
ગરમ પાણીનુ સેવન શરીરનુ તાપમાન વધારે છે. તેનાથી પરસેવાની પ્રક્રિયા ઝડપી બને છે. આ સાથે જ ઝેરીલા તત્વ પણ શરીરમાંથી બહાર નીકળી જાય છે. જો તમે લીંબૂ પાણી પીવા નથી માંગતા તો ગ્રીન ટી પી શકો છો. તેની અસર પણ સમાન જ  રહે છે. 
દુ:ખાવાથી મળે રાહત 
 
ગરમ પાણી પીનારાઓને અનેક પ્રકારના દુખાવાથી રાહત મળે છે.  ખાસ કરીને પેટ સાથે સંબંધિત દુખાવામાં.  અનેકવાર સાદુ પાણી પીવાથી માંસપેશી સંકોચાય જાય છે. જેનાથી શરીરના અન્ય ભાગમાં પણ દુખાવો થવા માંડે છે.   ગરમ પાણી આ પ્રકારના દુખાવામાં આરામ આપે છે. 
 
કબજિયાતથી આરામ 
 
કબજિયાત એક એવી સમસ્યા છે જેનાથી દરેક વયના લોકો પીડિત છે.  આ યુવાવર્ગમાં વિશેષ રૂપે જોવા મળે છે. કારણ કે તેમનુ ખાનપાન ઘણુ અસંતુલિત હોય છે. કબજિયાતથી મુક્તિમાં ગરમ પાણી ખૂબ મદદરૂપ હોઈ શકે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર