ઘરેલુ ઉપચાર - આરોગ્ય માટે ગુણોથી ભરપૂર છે હિંગ

શુક્રવાર, 13 માર્ચ 2015 (17:47 IST)
હિંગ ફ્ક્ત ખાવામાં સ્વાદ જ નહી પણ એક અલગ જ સુગંધ પણ લાવે છે અને રસોઈ બનાવતી વખતે હીંગનો ઉપયોગ કરવાથી આપણા શરીરને અનેક રોગોમાંથી રાહત મળે છે. હીંગનો ઉપયોગ વઘાર લગાવવા અને અથાણું બનાવવા પણ કરવામાં આવે છે. હીંગ આપણને પેટ સંબંધિત બીમારીઓમાંથી રાહત અપાવવામાં મદદ કરે છે. હીંગ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી સાબિત થાય છે અને ચહેરાની બધી પરેશાનીયો જેવી કે કરચલીઓથી રાહત, ચેહરા પરના દાગ ધબ્બાથી છુટકારો અપાવવામાં મદદ કરે છે. આવો જાણીએ હિંગના લાભ. 
 
- રસોઈ બનાવતી વખતે કે વઘાર લગાવતી વખતે હીંગનો પ્રયોગ કરવાથી આપણને પેટ સંબંધિત બધી પરેશાનીઓમાંથી રાહત મળે છે. જેવી પેટમાં ગેસ બનવાની સમસ્યા, પેટમાં ભારેપણાનો અનુભવ થવો અને ખાવાનુ જલ્દી પચાવવામાં મદદ કરે છે. 
 
- માથાનો દુ:ખાવો થતા હીંગનો લેપ તૈયાર કરીને લગાવવાથી માથાના દુ:ખાવાથી રાહત મળે છે. 
 
- માસિક ધર્મ દરમિયાન દુ:ખાવાથી રાહત મેળવવા માટે હિંગનુ સેવન કરવુ ફાયદાકારી છે. 
 
- હીંગ, આદુ અને મધને મિક્સ કરી મિશ્રણ તૈયાર કરીને તેને ખાંસી અને જે લોકોને કફની વધુ સમસ્યા રહેતી હોય તેમને માટે પણ લાભકારી છે. 
 
- દાંતોમાં સડો લાગી જાય તો હીંગનો ઉપયોગ કરવો ફાયદાકારી સાબિત થાય છે. દાંતોમાં હીંગને દબાવીને મુકવાથી દાંતમાંથી કીડા નીકળી જાય છે. 
 
- ચહેરામાં ચમક લાવવા માટે ચહેરાના ખીલ અને કાળા ધબ્બા પર પણ હીંગનો ઉપયોગ ગુલાબજળ નાખીને કરી શકાય છે. 
 
- હીંગ આપણા શરીરમાં રહેલા લોહીને પાતળુ કરવામાં મદદ કરે છે અને સાથે જ કોલેસ્ટ્રોલને ઓછુ કરે છે. 
 
હીંગ ત્વચા માટે પણ લાભકારી છે. ખંજવાળ થતા હીંગને પાણીમાં ઘસીને લગાડવાથી ખંજવાળમાંથી છુટકારો મળે છે. 
 
- પેટમાં દુ:ખાવો હોય તો અજમાની સાથે હીંગનુ સેવન કરવાથી દુખાવામાં રાહત મળે છે. 
 
- કબજીયાતની સમસ્યા થતા હીંગના ચૂરણનુ સેવન કરવુ લાભકારી સાબિત થાય છે.  


વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો.
 

વેબદુનિયા પર વાંચો