આ વર્ષે શ્રાવણ વદમાં બે છઠ્ઠ છે જેમા છઠ્ઠની વૃદ્ધિ તિથિ પ્રમાણે 21 ઓગસ્ટ 2019 ના રોજ આખો દિવસ છઠ્ઠ તિથિ છે. તેથી બુધવારે રાંધણ છઠ્ઠ ગણાશે ત્યારબાદ ગુજરાતના મુખ્ય પંચાગ અને જ્યોતિષના નિયમ પ્રમાણે ગુરૂવારે તારી 22 ઓગસ્ટના દિવસે સવારે 7.07 કલાક સુધી છઠ રહેશે. ત્યારબાદ સાતમ તિથિ શરૂ થશે. તેથી ગુરૂવારે શીતળા સાતમ ઉજવાશે.
શુક્રવારે સાતમ સવારે 8.09 સુધી જ છે. ત્યારબાદ આઠમ શરૂ થય છે. આથી આ તિથિ શિવપંથીની કૃષ્ણજયંતિ કહેવાશે પણ ગોકુળ મથુરામાં વૈષ્ણવપંથી જન્માષ્ટમી ઉજવાય છે. આ પ્રમાણે શનિવારે એટલે કે તારીખે 24 ઓગષ્ટ 2019ના રોજ ઉદ્યાન આઠમ તિથિ છે અને રાત્રે 12 વાગ્યે રોહિણી નક્ષત્ર પણ છે. તેથી જન્માષ્ટમી શનિવારે ઉજવાશે. તેથી શીતળા સાતમ અને જન્માષ્ટમી વચ્ચે એક દિવસનો ગેપ રહેશે.
રાંધણ છઠ - 21 ઓગસ્ટ 2019 બુધવાર
શીતળા સાતમ - 22 ઓગસ્ટ 2019 ગુરૂવાર
જન્માષ્ટમી - 24 ઓગષ્ટ 2019 શનિવાર