પોતાની સજા પુરી થઇ હોવા છતાં 25 ભારતીયો પાકિસ્તાની જેલમાં બંધ છે અને આ મામલે દેશના મુખ્ય માનવ અધિકાર કાર્યકર્તા અંસાર બર્નીએ રાષ્ટ્રપતિ આસીફ અલી ઝરદારીને બંધકો ગેરકાયદેસર રાખ્યા હોવાની રાવ વ્યકત કરી તેમને છોડી મુકવા અપીલ કરતો પત્ર લખ્યો છે.
ઝરદારીને લખાયેલા પત્રમાં અંસારીએ રાષ્ટ્રપતિને કહ્યું છે કે, એ તમામ ભારતીય બંધકો અને અન્ય દેશના નાગરિકોને છોડી મુકવા જોઇએ કે જેમણે પોતાની સજા પુરી કરી દીધી છે.
પૂર્વ માનવ અધિકાર મંત્રી બર્નીએ કહ્યું કે, સજા પુરી થયા બાદ ભારતીયો સહિત વિદેશી નાગરિકોને જેલનાં રાખવા ગેરકાનુની છે અને આ માનવીય ગરીમા તથા માનવાધિકારનો સીધો ભંગ છે.