કરાચીમાં ટ્વેન્ટી-20 ટૂર્નામેન્ટોની ભરમાર

ભાષા

રવિવાર, 13 સપ્ટેમ્બર 2009 (18:01 IST)
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ‘પીસીબી’ ને ભલે જ ઈંડિયન પ્રીમિયર લીગ ‘આઈપીએલ’ જેવી ટૂર્નામેન્ટને દેશમાં લોંચ કરવાની આશા ન હોય પરંતુ કેટલાક ભૂતપૂર્વ ખેલાડીઓ અને વ્યાવસાયીઓએ આ લોભામણા ટ્વેન્ટી-20 ટૂર્નામેન્ટની એરણે કેટલીક લોભામણી સ્પર્ધાઓ શરૂ કરવાનું અભિયાન શરૂ કરી દીધું છે.

આ વર્ષે રમજાનના પવિત્ર માસમાં શહેરમાં ટ્વેંટી20 ટૂર્નામેંટોંનો ઝુંડ જોવા મળી રહ્યો છે જેમાંથી કેટલીક ફ્રેંચાઇજી ટીમો બનાવામાં આવી રહી છે અને કેટલાકમાં મહેમાન ખેલાડીને બોલાવીને નાણાની જંગી કમાણી કરવામાં આવી રહી છે.

તેમાથી એક લોકપ્રિય ટૂર્નામેંટ ડા મોહમ્મદ અલી સ્ટ્રીટ રમજાન નાઇટ ટૂર્નામેંટનું સમાપન શુક્રવારે રાત્રે જંગી જનમેદની વચ્ચે થયું. જેના ફાઈનલમાં પહોંચનારી ‘ગો એશ’ અને ‘ઉમર ક્રિકેટ ક્લબ’ ની ટીમોમાં કોઈ પાકિસ્તાની ખેલાડી અને ઉદયમાન સ્ટાર રમ્યાં.

વેબદુનિયા પર વાંચો