KL Rahul : કપ્તાનમાંથી ઉપકપ્તાન અને પછી પ્લેઈંગ ઈલેવનમાંથી પણ બહાર, જાણો રાહુલ સાથે એવુ શુ થયુ

બુધવાર, 1 માર્ચ 2023 (13:31 IST)
KL Rahul IND vs AUS Test : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની સીરીઝની ત્રીજી મેચ આજથી ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં શરૂ થઈ ગઈ છે. ટીમ ઈંડિયા જો કે પહેલી બે મેચ જીતીને શ્રેણીમાં અજેય બઢત બનાવી ચુકી છે. પણ ત્રીજી મેચ ખૂબ રોચક થતી જોવા મળી રહી છે. આ મેચમાં કપ્તાન રોહિત શર્માએ ટોસ જીત્યો અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. આખી સીરિઝમાં આ પહેલીવાર છે. જ્યારે ટીમ ઈંડિયા પહેલા બેટિંગ કરી રહી છે.  આ પહેલા બંને મેચોમાં પૈટ કમિંસે ટોસ જીત્યો હતો અને પહેલા બેટિંગ કરી હતી.  આ દરમિયાન ટોસ વચ્ચે જ રાહુલે ચોખવટ કરી હતી કે ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. કેએલ રાહુલ અને મોહમ્મદ શમીને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવ્યા છે. બીજી બાજુ શુભમન ગીલ અને ઉમેશ યાદવની એંટ્રી ભારતીય ટીમમાં થઈ છે. કેએલ રાહુલના દિવસ કંઈક સારા નથી ચાલી રહ્યા. હાલ ત્રણ ટેસ્ટ મેચ પહેલા જ તેઓ ભારતીય ટીમના કપ્તાન હતા, પણ હવે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થવામાં પણ લોઢાના ચણા ચાવવા પડી રહ્યા છે.  
 
બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીમાં કપ્તાન હતા કેએલ રાહુલ 
 
ઓસ્ટ્રેલિયા શ્રેણી પહેલા ટીમ ઈંડિયા બાંગ્લાદેશના પ્રવાસે ગઈ હતી. ત્યા બે મેચોની ટેસ્ટ શ્રેણી થવાની હતી. ત્યારે રોહિત શર્માને કપ્તાન અને કેએલ રાહુલને ઉપકપ્તાન તરીકે નિમણૂંક કર્યા હતા. પણ ટેસ્ટ સીરિઝ શરૂ થતા પહેલા જ રોહિત શર્મા ઘાયલ થઈ ગયા અને તેમને ભારત આવવુ પડ્યુ. આ બે મેચોમાં ઉપકપ્તાન કે એલ રાહુલને કપ્તાન બનાવવામાં આવ્યા અને ઉપકપ્તાનની જવાબદારી ચેતેશ્વર પુજારાને આપવામાં આવી.  ટીમ ઈંડિયાએ આ શ્રેણીની બંને મેચ જીતી અને કમાલનુ પ્રદર્શન કર્યુ. ત્યારબાદ વારો આવ્યો ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણીનો. આ માટે જ્યારે બીસીસીઆઈની સિલેક્શન કમિટીએ ટીમનુ એલાન કર્યુ તો રોહિત શર્મા કપ્તાન અને કેએલ રાહુલને ઉપકપ્તાન બનાવવામાં આવ્યા.  પરંતુ પહેલી બંને મેચોમાં ટીમ ઈંડિયા માટે કેએલ રાહુલનુ કોઈપણ યોગદાન ન રહ્યુ. પહેલી બે મેચ ભારતીય ટીમ ભલે  જીતી ગઈ હોય પણ કેએલ રાહુલની ખૂબ આલોચના થઈ.  પછી વારો આવ્યો એ દિવસનો જ્યારે બચેલી બે મેચ માટે ટીમ ઈંડિયાનુ એલાન થયુ. આ ટીમની કમાન તો રોહિત શર્માના જ હાથમાં રહી, પણ ઉપકપ્તાની પરથી કેએલ રાહુલને હટાવી દેવામાં આવ્યા. 
 
 કે એલ રાહુલના સ્થાન પર શુભમન ગિલને આપી તક 
ઉપકપ્તાની પરથી હટાવ્યા બાદ પણ એવુ માનવામાં આવી રહ્યુ હતુ કે કેએલ રાહુલ ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં તો સ્થાન બનાવી જ લેશે. મેચથી એક દિવસ પહેલા જ્યારે કપ્તાન રોહિત શર્માએ મીડિયા સાથે વાત કરી તો કેએલ રાહુલ વિશે એટલુ જ કહ્યુ કે ઉપકપ્તાની પરથી રાહુલને હટાવવુ કશુ જ બતાવતુ નથી. સાથે જ કહ્યુ કે પ્લેઈંગ ઈલેવનને લઈને ખુલાસો ટૉસના  સમયે જ કરવામાં આવશે. ત્યારબાદ જ્યારે આજે સવારે નવ વાગે ટોસ થયો ત્યારે બધાના આશ્ચર્ય વચ્ચે કેએલ રાહુલને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાંઆવ્યા. તેમના સ્થાન પર શુભમન ગિલની એંટ્રી ભારતીય ટીમમાં થઈ. એટલે કે ત્રણ્મેચ પહેલા જે ખેલાડી ટીમનો કેપ્ટન હતો તેને હવે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવાને લાયક પણ સમજવામાં આવ્યો નથી.  હવે  જોવાનુ એ રહેશે કે ચોથી ટેસ્ટમાં તેમને તક મળશે કે પછી એ બહાર જ બેસશે.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર