આજે પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટને 300 બહેનો રાખડી બાંધવા જવાની હતી. તેમની સાથે કોંગ્રેસનાં હાર્દિક પટેલ પણ જવાનાં હતા. આ ઉપરાંત સંજીવ ભટ્ટ માટે દેશવિદેશમાંથી 25 હજાર જેટલી રાખડીઓ પણ આવી છે. આ મામલામાં હાર્દિક પટેલની પાલનપુર પહોંચતા પહેલા જ અટકાયત કરવામાં આવી આજે સવારથી કંઇ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પાલનપુર જેલમાં અને બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કાયદાના પાલન માટે આ લોકોની અટકાયત કરવામાં આવી તેવું કારણ આગળ ધરવામાં આવી રહ્યું છે.આ અંગે ગઇકાલે હાર્દિક પટેલે કહ્યું હતું કે, 'અમને સંજીવ ભટ્ટને મળવા પોલીસ અને તંત્ર સહયોગ આપે તેવી આશા રાખીએ છીએ. ' મહત્વનું છે કે 1996માં બનાસકાંઠા એસપી હતા ત્યારે તેમના પર ડ્રગ્સનો કેસ થયો હતો. 1996માં ડ્રગ્સ કાંડમાં સંજીવ ભટ્ટનુ નામ ખુલ્યુ હતુ. પાલીના એડવોકેટ સુમેરસિંહને 1.15 કિલો અફીણ કેસમાં ધરપકડ કરી હતી બાદમાં આ એડવોકેટે હાઈકોર્ટમાં ફરિયાદ કરતાં આ કેસ બોગસ નીકળ્યો હતો. પાલીમાં એક પ્રોપર્ટી ખાલી કરાવવા હોટલમાં ડ્રગ્સ પ્લાન્ટ કરાવ્યું હોવાનો તેમના પર આરોપ લાગ્યો હતો. 2018માં આ કેસમાં સંજીવ ભટ્ટની ધરપકડ કરાઈ હતી. હાલમાં આ કેસમાં સંજીવ ભટ્ટ પાલનપુર જેલમાં બંધ છે.