કિરણ બેદીનો પોલીસ સેવાથી મોહભંગ

ભાષા

મંગળવાર, 27 નવેમ્બર 2007 (16:15 IST)
નવી દિલ્હી (ભાષા) દેશની પહેલી આઈપીએસ અધિકારી કિરણ બેદીએ ગૃહ મંત્રાલય પાસેથી સ્વૈચ્છિક સેવા નિવૃત્તિ માંગી છે.

થોડાક અઠવાડિયા પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મોકલેલ પોતાના આવેદનમાં પોલીસ અનુસંધાન અને વિકાસ બ્યૂરોની નિર્દેશક કિરણ બેદીએ જણાવ્યું હતું કે તેઓ આગળ અધ્યયન અને સામાજીક વિષયોમાં રૂચિને લઈને સ્વૈચ્છિક નિવૃત્તિ ઇચ્છે છે. આ અરજી હમણાં મંત્રાલયના વિચારાર્થ છે.

કિરણ બેદીએ જણાવ્યું હતું કે થોડાક અઠવાડિયા પહેલાં મે વીઆરએસ માટે મારી અરજી મોકલી હતી. આ બાબતમાં હજું સુધી મને કોઇ જ જવાબ મળ્યો નથી.

1972 બેચની આઈપીએસ અધિકારીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી તે વ્યવસ્થામાં રહીને તેમાં સુધારો કરવાના પ્રયત્નોમાં લાગેલી હતી પરંતુ હવેથી તે બહાર રહીને તેના માટે કામ કરશે.

વાઈએસ ડડવાલની દિલ્હી પોલીસ આયુક્ત તરીકે નિમણુંક કરવા પર કિરણ બેદી વિરોધ સ્વરૂપ રજા પર ચાલી ગઈ હતી.

વેબદુનિયા પર વાંચો