ગુજરાતી અભિનેત્રી ખુશી શાહ સેલ્ફ ક્વોરેન્ટાઇન સમયનો ઉત્તમ ઉપયોગ કરતા કહે છે કે, ‘એક અભિનેત્રી તરીકે હું નવું શીખવાનો અને આગળ વધવાનો પ્રયત્ન કરી રહી છું.’ ખુશી શાહ જે છેલ્લે સુપરહિટ ફિલ્મ અફરા તાફરીમાં જોવા મળી હતી તે હાલમાં ઘરે રહીને અનેક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત થઈને સેલ્ફ ક્વોરેન્ટાઇન સમય પસાર કરી રહી છે.
ખુશી શાહ વ્યક્ત કરે છે, “જાતે બનાવેલ ભોજન ખાવામાં ખૂબ સંતોષ છે. આ ક્વોરેન્ટાઇન સમય દરમિયાન, હું મારી જાતને રસોઈ કરવામાં, વાંચવામાં, નૃત્ય શીખવામાં, નવુ સિનેમા જોવામાં અને અન્ય ઘણી બધી પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખુ છું. એક અભિનેત્રી તરીકે હું નવું શીખવાનો અને આગળ વધવાનો પ્રયત્ન કરી રહી છું. બધાને ઘરે રહેવા વિનંતી છે. આ ક્વોરેન્ટાઇન સમયને કંઇક નવું શીખવા માટે તેમજ ખુશ અને સ્વસ્થ રહેવા માટે ઉપયોગ કરો, જે તમારો સમય પસાર કરવાનું સરળ બનાવે તેવી કોઈ મનગમતી પ્રવૃતિ કરો."