બ્રેકફાસ્ટમાં ઉપમા ખાવું પણ સારું ગણાય છે. આ એક હેલ્દી નાશ્તાનો બેસ્ટ વિકલ્પ છે..

બુધવાર, 24 એપ્રિલ 2019 (09:35 IST)
એક વાટકી સોજી 
એક નાની ચમચી રાઈ 
એક ડુંગળી 
2-3 લીલાં મરચાં 
એક ગાજર 
અડધી વાટકી વટાણા 
એક મોટી ચમચી ચણાની દાળ 
5-6 લીમડા 
બે મોટી ચમચી દહીં 
પાણી જરૂરત પ્રમાણે 
વિધિ - 
 
- સૌથી પહેલા મધ્યમ તાપમાં એક પેન ગરમ કરવા માટે મૂકો. 
- પેનના ગરમ થતા જ તેમાં સોજી નાખી સૂકો જ શેકી લો. 
- સોજીને હળવુ બ્રાઉન થતા જ એક પ્લેટમાં કાઢી લો. 
- હવે તે પેનમાં તેલ નાખી ગરમ કરો. 
- તેલ ગરમ થતા જ તેમાં રાઈ નાખી સંતાળો. 
- રાઈ સંતાડી પછી તેમાં ડુંગળી અને લીલા મરચા નાખી શેકવું. 
- ડુંગળી હળવા સંતાળ્યા પછી ચણા દાળ, ગાજર અને વટાણા નાખી દો. 
- ગાજર-વટાણાના સૉફ્ટ થતા જ તેમાં લીમડા નાખી દો. 
- લીમડા પછી તેમાં પાણી અને મીઠું નાખી દો. 
- ઉકાળ આવતા સોજી નાખો અને સાથે સાથે ચમચીથી હલાવતા રહો. 
- ઉપમા જેમજ તૈયાર થઈ જાય . દહીં નાખી સારી રીતે મિક્સ કરો અને તાપ બંદ કરી નાખો.
- તૈયાર છે હોટલ સ્ટાઈલ ઉપમા 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર