સામગ્રી - 200 ગ્રામ ચોખા, 1/2 ટી સ્પૂન મેથી દાણા, 100 ગ્રામ અડદની દાળ, 150 ગ્રામ તુવેરની દાળ, નમક સ્વાદમુજબ. ટામેટા ઈચ્છા મુજબ. ડુંગળી ઈચ્છા મુજબ. લીલા મરચા.
બનાવવાની રીત - ચોખા અને મેથી દાણાને પાણીમાં નાખીને 5 કલાક માટે પલાળી મુકો. અડદ દાળ અને તુવેરની દાળને પણ જુદા જુદા વાસણમાં 5 કલાક સુધી પાણીમા પલાડી રાખો. હવે આ બધાને એક એક કરીને મિક્સરમાં ઝીણી વાટી લો. ત્યારબાદ ચોખા, અડદ દાળ અને તુવેરની આળને એક બાઉલમાં સારી રીતે મિક્સ કરી લો અને તેમા મીઠુ નાખીને સારી રીતે ભેળવી લો. આ મિક્સચરને આખી રાત રહેવા દો.
ત્યારબાદ એક નોન સ્ટિક પેન લઈને તેમા આ મિશ્રણને ફેલાવી દો અને તેના પર તેલ લગાવો. ત્યારબા ઉપરથી સમારેલા ટામેટા, ડુંગળી અને લીલા મરચા નાખીને બીજી સાઈડથી પણ પકવો. જ્યારે આ સોનેરી ભૂરા રંગનુ થઈ જાય તો તેને નારિયળની ચટણી કે સાંભર સાથે સર્વ કરો.