લીલા વટાણાની કચોરી

મંગળવાર, 7 નવેમ્બર 2017 (16:28 IST)
વટાણાની કચોરી સ્વાદિષ્ટ હોવાને કારણે દરેક ઘરમાં પસંદ કરવામાં આવે છે. આ ખૂબ જ હલકી હોય છે જેને કારણે આ આરોગ્યને પણ ખરાબ કરતી નથી. વટાણાની કચોરીને બાળકોના ટિફિન બોક્સમાં પણ આપી શકાય છે. તેને ઘરે બનાવવી ખૂબ જ સહેલી છે. 
સામગ્રી - 250 ગ્રામ બાફેલા લીલા વટાણા, થોડો આદુનો પેસ્ટ, 3 ચપટી હિંગ,  1 ચમચી જીરા પાવડર, 1 ચમચી લાલ મરચાનો પાવડર, 1/2 ચમચી આમચૂર પાવડર, 1/2 ચમચી ગરમ મસાલો, 1 ચમચી ખાંડ, 3 કપ લોટ, એક ચમચી ઘી, તળવા માટે તેલ અને મીઠુ સ્વાદ મુજબ. 
 
બનાવવાની રીત - વટાણાને ઉકાળી લો અને તેને ઠંડા કરી લો.  હવે એક બાજુ ઘી અને પાણી નાખીને લોટ તૈયાર કરી લો. ધ્યાન રાખો કે લોટ નરમ અને મુલાયમ હોય.  બાફેલા વટાણાને ગ્રાઈંડ કરી લો.  હવે એક પેનમાં 1 ચમચી તેલ ગરમ કરો અને તેમા હિંગ તેમજ વાટેલો આદુ નાખો અને સાતળો.  હવે તેમા વાટેલા વટાણા બધા મસાલા, ખાંડ અને મીઠુ નાખીને સારી રીતે હલાવો. 
 
પછી તેને ઠંડુ થવા માટે બાજુ પર મુકી દો.  બીજી બાજુ કઢાઈમાં તેલ ગરમ થવા માટે મુકો. હવે એક લોટનો લૂવો લો અને તેમા વટાણાનો મસાલો ભરીને તેને બંધ કરો. પછી તેને થોડી વણી લો. ધ્યાનથી વણો જેથી વટાણાનો મસાલો બહાર ન નીકળે.  હવે તેને ગરમા ગરમ તેલમાં બ્રાઉન થતા સુધી તળી લો. ધ્યાન રાખો તેમા તેલ ન ભરાય જાય.  કચોરીઓ તૈયાર છે.. આ ગરમા ગરમ કચોરી લીલી ચટણી સાથે સર્વ કરો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર