સામગ્રી - ભાત એક વાડકો, કણકી કોરમાંનો લોટ( કણકી કોરમાનો લોટ ન હોય તો જાડો લોટ, રવો, મકાઈનો લોટ અને થોડો ઘઉનો લોટ પણ લઈ બધુ પ્રમાણસર લેવુ) એક વાડકો, આદુ મરચાંનુ પેસ્ટ બે ચમચી, દહીં અડધો કપ, ખાંડ બે ચમચી, સમારેલા ધાણા એક કપ, મીઠુ સ્વાદ મુજબ, મરચુ એક ચમચી, હળદર.
રીત - ભાત અને કણકી કોરમાનો લોટ ભેગા કરો, હવે તેમાં આદુ મરચાંનુ પેસ્ટ, દહી, ખાંડ, મીઠુ, મરચું, ધાણા, હળદર વગેરે નાખીને ઢીલો લોટ બાંધી લો. હવે આના મુઠિયા વાળી લો. એક તપેલામાં પાણી ઉકાળો, તેમા ચારણી મુકી તેની પર આ મુઠિયા મુકીને બાફી લો.
બાફેલા મુઠિયાને ઠંડા થવા દો, ઠંડા થયા પછી કાપી લો. એક કઢાઈમાં બે-ત્રણ ચમચી તેલ તપાવી લો, તેમાં રાઈ, તલ, કઢી લીમડો તતડાવી આ મુઠિયા વધારી લો. થોડા કુરકુરા થવા દો. વચ્ચે વચ્ચે હલાવતાં રહો. આ મુઠિયાને સોસ સાથે પરોસો.