સાઉથ ઈંડિયન સ્ટાઈલમાં બનાવો ઈંડા કરી

બુધવાર, 30 જૂન 2021 (20:21 IST)
ઈંડા કરી બનાવવાના ઘણી રીત છે. ઘણા લોકો ટમેટ પ્યૂરીની સાથે એગ કરીની ગ્રેવી બનાવે છે. તો કેટલાક દહીંમાં ડુંગળીનો તડકો લગાવીને બનાવે છે. આજે અમે તમારા માટે એગ કરી બનાવવાની સાઉથ ઈંડિયન રેસીપી લઈને આવ્યા છે. જેનાથી ઈંડાનો સ્વાદ વધી જાય છે. 
 
સાઉથ ઈંડિયન વધારની સાથે આ રીતે બનાવો 
આદું-લસણ પેસ્ટ, લાલ મરચાં પાઉડર, મીઠુ, હળદર નારિયેળ પાઉડર, જીરું પાઉડર અને ધાણા પાઉડરની સાથે પૂર્ણ બાફેલા ઈંડાને મસાલામાં લપેટીને ઈંડાને તેલમાં શેકો અને એક બાજુ મૂકો. પછી લીલા મરચાં અને બીજા મસાલાની સાથે ડુંગળી અને ટમેટાનો સૉસ કરીને કરી બનાવો. એક સ્મૂદ પેસ્ટ બનાવવા માટે આ મિશ્રણને વાટી લો. પેનમાં ડુંગળી -ટમેટાનો પેસ્ટ ફરીથી નાખો અને તેમાં સીજ કરેલ ઈંડા ડુબાળો. હવે થોડો વધુ વધાર લગાવવા માટે સરસવ, મેથીના બીયાં, આખી લાલ મરચાં, લીમડા અને લાલ મરચાં પાઉડર નાખો. કોથમીરથી ગાર્નિશ કરો. ટેસ્ટી ઈંડા કરીને સર્વ કરો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર