સામગ્રી - એક કપ ઘઉંનો લોટ, એક કપ દૂધ, 1 ઈંડાનુ મિશ્રણ, 3 નાની ચમચી માખણ, 100 ગ્રામ પાલક સમારેલી, 2 ડુંગળી ઝીણી સમારેલી. 2 લસણની કળીઓ, 20 ગ્રામ ચેડાર ચીજ, 20 ગ્રામ મોજરેલા ચીજ, 1 મોટી ચમચી ટોમેટો પ્યુરી, 2 મોટી ચમચી વ્હાઈટ સોસ, સ્વાદમુજબ કાળા મરીનો પાવડર. સ્વાદમુજબ મીઠુ.
- તેને બંને બાજુ સોનેરી થતા સુધી સેંકી લો.
- બધા મિશ્રણના આ રીતે ક્રેપ બનાવી લો.
- ભરાવણ માટે એક પેનમાં માખણ નાખીને મધ્યમ તાપ પર મુકો. તેમા ડુંગળી લસણ અને પાલક નાખીને તેજ તાપ પર સેકો.
પછી તેમા ચેડાર ચીજ વ્હાઈટ સોસ મીઠુ અને કાળા મરી પાવડર નાખીને 2 મિનિટ થવા દો.
- તાપ પરથી ઉતારીને આ મિશ્રણને ક્રેપ્સ પર ફેલાવીને તેના રોલ બનાવી લો. તમે ચાહો તો તેને ત્રિકોણાકારમાં પણ વાળી શકો છો કે જેવુ તમે બનાવવા માંગો.
- પછી તેના પર ટૉમેટો પ્યોરી નાખીને મોજરેલા ચીજ છીણીને નાખો પછી તેને ઓવન પ્લેટમાં મુકો
- પ્રીહીટ ઓવનમાં 30 સેકંડ સુધી રહેવા દો. પછી ગરમા ગરમ સર્વ કરો.