વેબદુનિયા રેસીપી- રીંગણાના ક્રિસ્પી ચટપટા ભજીયા

રવિવાર, 27 મે 2018 (12:27 IST)
સામગ્રી 
એક મોટું રીંગણું, ચણાનો લોટ 1 કપ, 1/2 કપ ચોખાનો લોટ, આખા લાલ મરચાં, લસણ 2-4, 1 ચમચી લીંબૂનો રસ, 1/4 ટી સ્પૂન અજમો, મીઠું સ્વાદપ્રમાણે 
 
સૌથી પહેલા રીંગણાને સારી રીતે ધોઈને ગોળ-ગોળ આકારમાં કાપી લો. હવે ચણાના લોટમાં ચોખાનો લોટ, હીંગ, મીઠું, અજમો નાખી ભજીયાનું ખીરું તૈયાર કરી લો. પછી આખા લાલ મરચાં લીંબૂનો રસ, લસણ નાખી પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ખીરામાં નાખી સારી રીતે મિક્સ કરી લો. 
 
હવે એક કડાહીમાં તેલ ગરમ કરી લો. રીંગણાની એક-એક સ્લાઈસ લઈને ખીરામાં ડુબાડી અને ગરમ તેલમાં કુરકુરા સોનેરી થતા સુધી ભજીયા તળી લો. રીંગણાના ચટપટા કુરકુરા ભજીયા ટૉમેટો સૉસ અને લીલી ચટણી સાથે સર્વ કરો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર