વિધિ - કોબીજ,બીંસ, ગાજર અને શિમલા મરચાને પાતળા લાંબા સમારીને ઉકાળી લો. ડુંગળી અને લીલા મરચાંને પણ લાંબા કાપી લો. ડુંગળી, લસણ અને આદુ ભેળવીને વાટી લો. હવે તેલ ગરમ કરીને તેમા વાટેલો મસાલો નાખીને સેકો. જ્યારે મસાલો તેલ છોડવા લાગે ત્યારે તેમા લાંબી કાપેલી ડુંગળી અને લીલા મરચા નાખીને થોડુ વધુ સેકો. પછી મરચાંનો પાવડર, હળદર, ધાણા, જીરુ, ગરમ મસાલો, મલાઈ, મીઠુ અને ખાંડ નાખીને થોડુ સેકો.
હવે આ મસાલામાં બધા બાફેલા શાક નાખી અને બેક બીંસ કે ટામેટા કેચપ ભેળવીને 2-3 મિનિટ બાફો. ધ્યાન રહે કે આ શાકભાજીમાં પાણી નાખવાની જરૂર નથી, શાકભાજીમાં રહેલ પાણીથી જ સારી ગ્રેવી બની જાય છે. પછી પાયનેપલ અને ચેરીથી સજાવીને ગરમાગરમ શાક પરોસો.