ભયાનક રીતે ફેલાય રહી છે નવી બીમારી 'જીકા', જાણો જીકા બીમારી વિશે અને તેના લક્ષણ
શુક્રવાર, 29 જાન્યુઆરી 2016 (11:47 IST)
દુનિયા ઈબોલા નામની એક આફતતી હાલ પુરી રીતે મુક્ત થઈ પણ નથી કે મેડિકલ જગત સામે એક નવી મહામારીનુ સંકટ છવાય ગયુ છે. હવે જીકા વાયરસ દુનિયાભરના ડોક્ટરો અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલ વૈજ્ઞાનિકો સામે નવો પડકાર બની ગયો છે. દુનિયાના ઓછામાં ઓછા 22 દેશોમાં આ વાયરસ ફેલાય ચુક્યો છે જેમા લેટિન અમેરિકીમાં આની સૌથી વધુ અસર જોવા મળી રહી છે.
શુ છે જીકા બીમારી - જીકા મચ્છર દ્વારા ફેલાનારો એક ચેપી રોગ છે જે શરીરમાં વિકૃતિઓનું કારણ બને છે. આનાથી શરીરના વિકાસમાં અવરોધ આવે છે. તેની ગંભીર અસર મગજ પર પણ જોવા મળે છે. ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓ અને ગર્ભમાં રહેલ બાળકોમાં આની અસર જલદી દેખાય છે. આ વાઇરસથી માઇક્રોસેફાલે નામની મગજની બીમારી થાય છે. યુગાન્ડાના જીકા જંગલોમા એક વાંદરામાં આ વાયરસ મળી આવ્યો હતો. આથી આનુ નામ જીકા વાયરસ નામ આપવામા આવ્યું છે.
જીકા વાઇરસનો ખતરો ભારત ઉપર પણ મંડરાઇ રહ્યો છે. ડેન્ગ્યુ મચ્છરથી ફેલાતા એડીસ મચ્છરોની ભારતમાં પણ ભરમાર છે અને બ્રાઝીલ જેવા દેશોથી પર્યટકોની અવર-જવર પણ ચાલુ છે. આ વાઇરસની સૌથી વધુ અસર ગર્ભવતી મહિલાઓ ઉપર થાય છે. તેથી બ્રાઝીલે પોતાના દેશની મહિલાઓને આવતા 5 થી 6 મહિના સુધી બાળકો પેદા નહી કરવા સલાહ આપી છે. વિશ્વ હજુ ઇબોલા અને સ્વાઇન ફલુના ખતરાથી બહાર આવ્યુ છે ત્યાં જીકા વાઇરસે ચિંતા વધારી દીધી છે. અમેરિકામાં અનેક મામલાઓ બહાર આવ્યા બાદ ખોફ ફેલાઇ ગયો છે. ડબલ્યુએચઓએ એ બાબતની આશંકા વ્યકિત કરી છે કે, લેટીન અમેરિકામાં જીકા વાઇરસના 30 થી 40 લાખ મામલાઓ છે. એડીસ એગીપટાએ મચ્છર જીકા વાઇરસને જન્મ આપે છે જે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા પણ ફેલાવે છે બંને બિમારી ભારત જેવા ઉષ્ણકટીબંધવાળા દેશો માટે મોટી જાહેર સ્વાસ્થ્ય સમસ્યા છે.
જીકા વાઇરસથી ભલે મોત ઓછા થતા હોય પરંતુ જો ગર્ભવતી મહિલાઓમાં આ વાઇરસનો એટેક થાય તો આ બાળકોમાં ન્યુરોલોજીકલ ડિસઓર્ડરનો ખતરો ઉભો થાય છે અને મગજના વિકાસ ઉપર પડે છે. બીજી તરફ એમઆઇએ દ્વારા જીકા વાઇરસવાળા દેશોમાં યાત્રા ન કરવા અપીલ કરવામાં આવી છે.
બાળકો અને મોટામાં આના લક્ષણ લગભગ એક જેવા જ હોય છે.
જેવો કે તાવ, શરીરમાં દુખાવો, આંખોમાં સોજો, સાંધાનો દુખાવો અને શરીર પર રેશેસ મતલબ ચાઠા
કેટલાક લોકોમાં આના લક્ષણ દેખાતા નથી
- કેટલક ખૂબ જ ઓછા કેસમાં આ બીમારે નર્વસ સિસ્ટમ એવા ડિસઓર્ડરમાં બદલાય શકે છે. જેનાથી પેરાલિસિસ પણ થઈ શકે છે.
- આ બીમારીનું સૌથી મોટુ સંકટ ગર્ભવતી મહિલાઓને છે. કારણ કે તેના વાયરસથી નવજાત બાળકને માઈક્રોસિફેલી થવાનો ખતરો છે.
- આમા બાળકોના મસ્તિષ્કનો પુરો વિકાસ નથી થતો અને તેમનુ માથુ સામાન્યથી નાનુ રહી જાય છે.
બ્રાઝિલમાં સ્થિતિ સૌથી વધુ ખરાબ
બ્રાઝીલમાં સ્થિતિ સૌથી વધુ ખરાબ બતાવાય રહે એછે. શંકા છે કે હજારો લોકો આ વાયરસ્તથી સંક્રમિત થઈ શ્કે છે. મચ્છરો દ્વારા ફેલાનાર આ વાયરસ એવી બીમારી છે જેનાથી બાળકોના માથાનો વિકાસ રોકાય જાય છે. તેમનુ માથુ સામાન્યથી નાનુ રહી જાય છે. ઓકટોબરથી લઇને અત્યાર સુધી બ્રાઝીલમાં ૩પ૦૦થી વધુ નાના મોઢા અને અવિકસિત મગજવાળા બાળકો પેદા થયા છે. અલસાલ્વડોર, કોલંબીયા અને ઇકવાડોર જેવા દેશોએ મહિલાઓને ર૦૧૮ સુધી ગર્ભવતી ન થવા કહ્યુ છે.
જીકા વૈકસીન તૈયાર થવામાં હાલ બે વર્ષ લાગશે
આ દરમિયાન વૈજ્ઞાનિકોનુ કહેવુ છેકે જીકાનુ વેક્સીન તૈયાર થવામાં હાલ બે વર્ષ લાગી શકે છે. જ્યારે કે તેને સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં હાલ એક દસકો પણ લાગી શકે છે. એ જ કારણ છે કે બધાનો જોર આ બીમારીને ફેલવાથી રોકવા પર છે. બ્રાઝીલ, અર્જેંટીના અમેરિકા સહિત અનેક દેશોની પ્રયોગશાળાઓમાં વૈજ્ઞાનિક તેનો ઈલાજ શોધી રહ્યા છે.
ડબલ્યુએચઓની ચેતાવણી
ડબલ્યુએચઓના જણાવ્યા પ્રમાણે જીકા વાઇરસથી થતી બીમારીના 30 થી 40 લાખ મામલાઓ હોઇ શકે છે. મહિલાઓ અને બાળકો ઉપર તેની વધુ અસર થાય છે. બ્રાઝીલ ઉપરાંત પેરેગુવા, કોલંબીયા, વેનેઝુએલા, ફ્રેન્ચગયાના, હેતી, સુરીનામ, મેકિસકોમાં જીકા વાઇરસનો કહેર છે. જયારે અનેક દેશો ઉપર ખતરો મંડરાઇ રહ્યો છે. તે ર૪ અમેરિકી દેશોમાં ફેલાય ચુકયો છે