ઈસ્લામાબાદ. પાકિસ્તાન માટે આજનો દિવસ ખૂબ મહત્વનો છે. કારણ કે આજે પાકિસ્તાનની જનતા પોતાના નવા પ્રધાનમંત્રીને પસંદ કરવાની દિશામાં ડગ માંડી રહી છે. પાકિસ્તાનમાં બુધવારે નેશનલ અસેમ્બલીની 272 સીટો માટે ચૂંટણી થઈ રહી છે. મતલબ પાકિસ્તાન ચૂંટણી(Pakistan Election) ની કુલ 342 સીટો માટે મતદાન થશે. જેમાત્યી 272 સીટો પર સીધી ચૂંટણી થશે. જ્યારે કે 70 સીટો અનામત છે. આ ચૂંટણી પણ ખાસ છે. કારણ કે સામાન્ય ચૂંટણીમાં 171 મહિલાઓ નસીબ અજમાવી રહી છે. આ પ્રથમવાર છે જ્યારે આ દેશમાં આટલી મોટી સંખ્યામાં સ્ત્રીઓ ચૂંટણી લડી રહી છે. આ 171 સ્ત્રીઓમાં 70 વિપક્ષ ઉમેદવાર છે. જે કોઈ પાર્ટીને ટિકિટ ન મળવા છતા પોતાના દમ પર ચૂંટણીના મેદાનમાં ઉતરી છે. પાકિસ્તાનમાં આજે થઈ રહેલ ચૂંટણીને ધ્યાનમાં રાખતા 3,70,000 થી વધુ સૈનિકો ગોઠવવામાં આવ્યા છે. દેશના ઈતિહાસમાં ચૂંટણીના દિવસ અત્યાર સુધી ગોઠવવામાં આવેલ સૌથી વધુ સૈનિક છે. પાકિસ્તાનની ચૂંટણી પંચના આંકડા મુજબ 3,459 ઉમેદવાર નેશનલ અસેંબલીની 272 સીટો માટે ચૂંટણી મેદાનમાં છે. જ્યારે કે પંજાબ સિંધ બલૂચિસ્તાન અને ખૈબર પખ્તૂનખ્વા ક્ષેત્રીય અસેંબલીની 577 સીટો માટે 8,396 ઉમેઅવાર પોતાનુ નસીબ અજમાવી રહ્યા છે. પાકિસ્તાનમાં 10.596 કરોડ પંજીકૃત મતદાતા છે. દેશભરના 85,000 મતદાન કેન્દ્રો પર સવારે આઠ વાગ્યાથી વોટિંગ શરૂ થઈ ગઈ છે. સાંજે છ વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે. આ ચૂંટણીમાં મુકાબલો ઈમરાન ખાનની પાર્ટી અને નવાઝ શરીફની પાર્ટી વચ્ચે છે.