Pakistan Election 2018 - ભારત સાથેના સંબંધોની પર અસર કરશે પાકિસ્તાન ચૂંટણી, ઈમરાનનું જીતવુ સારુ નહી રહે

બુધવાર, 25 જુલાઈ 2018 (15:48 IST)
પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી માટે બુધવારે મતદાન થાય છે. જેના પર દુનિયાની નજર લાગી છે.  જો કે આ ચૂંટણી દક્ષિણ એશિયાની રાજનીતિને સીધી રીતે પ્રભાવિત કરશે તેથી તેની ભારત પર અસર પડવી નક્કી છે.  જો કે ભારત-પાક સંબંધોમાં ભલે વિવાદના મુદ્દા જૂના છે અને જેનુ ઉકેલાવુ  ખૂબ જ મુશ્કેલ છે.   પણ બંને દેશોમાં નેતૃત્વની વિચારધારા પરસ્પર ચર્ચાની રીતભાતને દરેક રીતે પ્રભાવિત કરે છે.  ઈમરાન જો સત્તામાં આવ્યા તો સારા સંબંધ મુશ્કેલ, શરીફ કે ભુટ્ટોના આવવાથી વધશે આશા. 
 
જાણીતા છાપા ડોને પોતાના સંપાદકીયમાં નવી સરકારને લઈને ભારત અને દક્ષિણ એશિયાઈ દેશો સાથે પાકિસ્તાનના સંબંધો પર વિસ્તૃત રિપોર્ટ પ્રકાશિત કરી છે. રિપોર્ટ મુજબ ચૂંટણી પહેલા સર્વેક્ષણમાં પાકિસ્તાનમાં ઈમરાન અને શરીફની પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર વચ્ચે ઈમરાન આગળ છે. જ્યારે કે ઈમરાન ખાને ચૂંટણી પ્રચારમાં ભારત વિરુદ્ધ ઝેર ઓક્યુ છે અને સેનાનો પરોક્ષ સાથ પણ તેમને મળી રહ્યો છે. તેથી જો ઈમરાન ખાન સરકાર બનાવે છે તો તેમની સાથે ભારત સાથે સારા સંબંધોની આશા કરવી નકામી છે. 
 
ક્રિકેટમાંથી રાજનીતિમાં આવેલ ઈમરાન અનેક તકો પર જેહાદીઓ સાથે વાર્તા શરૂ કરવા અને કટ્ટરપંથિયોને મુખ્ય ધારામાં લાવવાની તરફદારી કરી ચુક્યા છે. આ કારણે તેમના વિરોધી તેમને તાલિબાન ખાન પણ કહીને બોલાવે છે.   રિપોર્ટ મુજબ નવાઝ શરીફને એપાર્ટી પીએમએલએન અને બિલાવલ ભુટ્ટોના નેતૃત્વવાળી પાર્ટી પીપીપીની પૂર્વવર્તી સરકારે ભારત સાથે શાંતિપૂર્ણ સંબંધોની પક્ષઘર રહી છે.  તેથી તેમાથી કોઈપણ પાર્ટી જો સત્તામાં આવી તો ભારત સાથે સંબંધો સુધરવાની દિશામાં વાતચીત ચાલતી રહેવાની આશા કરી શકાય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર