Kim Jong Un: તાનાશાહ કિમ જોંગ ઉનની હાલત નાજુક, બ્રેન ડેડ થવાની શક્યતા
મંગળવાર, 21 એપ્રિલ 2020 (13:09 IST)
ભારતમાં હજુ સવાર થઈ જ હતી કે ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉનનું બ્રેઇન ડેડ થવાના સમાચાર અમેરિકન મીડિયા તરફથી આવવા લાગ્યા. એનબીસીના એન્કર કેટી ટૂરે ટ્વીટ કર્યું હતું કે બંને અમેરિકન અધિકારીઓના જણાવ્યા મુજબ ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન બ્રેન ડેડ થયુ છે. તાજેતરમાં જ તેમની કાર્ડિયાક સર્જરી થઈ હતી, ત્યારબાદ તે કોમામાં જતા રહ્યા. જો કે, આ ટ્વીટને અમેરિકન પત્રકાર દ્વારા થોડાક જ મિનિટોમાં જ ડિલીટ કરવામાં આવ્યું હતું. પત્રકારે સ્પષ્ટતા કરી હતી કે તે વધુ માહિતીની રાહ જોઇ રહ્યા છે.
ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા કિમ જોંગ ઉન તેમના દાદાના જન્મદિવસની ઉજવણીમાં ભાગ લીધો નહોતો. ત્યારબાદથી જ તેમના સ્વાસ્થ્યને લઈને અટકળો ચાલી રહી છે. સીએનએન રિપોર્ટમાં એક અમેરિકી અધિકારીના હવાલાથી કહેવામાં આવ્યું છે કે કિમ અસ્વસ્થ હોવાના સમાચાર વિશ્વસનીય છે, પરંતુ તેની
બીમારીની ગંભીરતા અંગેની જાણકારી કાઢવી મુશ્કેલ છે.
દક્ષિણ કોરિયાની મુખ્ય વેબસાઇટ ડેઇલી એન.કે.ના અહેવાલના રિપોર્ટ મુજબ કિમ જોંગ ઉનની 12 મી એપ્રિલે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ પ્રોસીઝર કરવામાં આવ્યુ. ન્યુઝ સાઈટના જણાવ્યા અનુસાર કિમને ધૂમ્રપાન, મેદસ્વીપણા અને વધારે પડતુ કામ કરવાને કારણે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ પર મૂકવામાં આવ્યા હતા. હવે તેમની સારવાર હાયંગસન કાઉન્ટીના એક વિલા ખાતે કરવામાં આવી રહી છે.
ન્યુઝ વેબસાઇટ અનુસાર, કિમ જોંગ ઉનની તબિયત સુધર્યા પછી તેમની મેડિકલ ટીમના મોટાભાગના સભ્યો 19 એપ્રિલે પ્યોંગયાંગ પાછા ફર્યા હતા, કેટલાક સભ્યો તેમની રિકવરીનું નિરીક્ષણ કરવા તેમની સાથે જ છે.
ઉત્તર કોરિયા વિશેની કોઈપણ માહિતી કાઢવી ખૂબ મુશ્કેલ છે. ઉત્તર કોરિયા તેના નેતાને લગતી દરેક માહિતીને ખૂબ ગુપ્ત રાખે છે. ઉત્તર કોરિયામાં, પ્રેસ પણ સ્વતંત્ર નથી અને કિમ જોંગની વાત આવે છે, ત્યારે તે સંપૂર્ણ મૌન લે છે.
કિમ જોંગ છેલ્લે 11 એપ્રિલે મીડિયા સમક્ષ હાજર થયા હતા. પરંતુ 15 એપ્રિલના રોજ, તે ઉત્તર કોરિયાની રાષ્ટ્રીય રજા અને પોતાના કિમ ઇન સાંગના જન્મદિવસના પાર્ટીમાં દેખાયા નહોતા. કિમના દાદા કિમ સંગ આ સમારોહમાં હાજર રહ્યા હતા અને કિમ જોંગ તેનો ઉલ્લેખ કર્યા વિના ચાલ્યા ગયા હતા.
જ્યારે પણ કોઈ નેતા ઉત્તર કોરિયાની કોઈ મોટી ઘટનામાં ગેરહાજર રહે છે, તો ત્યારબાદ કોઈ મોટી ઘટનાક્રમ જોવા મળે છે. જો કે, ઘણીવાર તે માત્ર અફવા જ સાબિત થાય છે. છેલ્લા ઘણા વર્ષોથી કિમ જઓંગ ઉન અને તેમના પિતાના આરોગ્યને લઈને અનેકવાર અફવાઓ ઉડી ચુકી છે. આપણે રાહ જોવી પડશે.
2008માં ઉત્તર કોરિયાની 60 મી વર્ષગાંઠ પરેડમાં કિમ જોંગ ઉનના પિતા કિમ જોંગ ઇલ જોવા મળ્યા ન હતા, ત્યારબાદ તેમના સ્વાસ્થ્ય વિશેના સમાચાર આવવા માંડ્યા. બાદમાં જાણવા મળ્યું કે તેમને સ્ટ્રોક થયો હતો. ત્યારથી તેમની તબિયત લથડતી રહી અને 2011 માં તેમનું મોત નીપજ્યું.
2014 માં, કિમ જોંગ એક મહિના કરતા વધુ સમય માટે લોકો સામેથી ગાયબ થઈ ગયા હતા. તે સમયે પણ તેમના સ્વાસ્થ્ય અંગે અટકળો ચાલી રહી હતી. જ્યારે તે પાછા ફર્યા ત્યારે તે એક કેન સાથે જોવા મળ્યા. થોડા દિવસો પછી દક્ષિણ કોરિયાની ગુપ્ત એજંસીએ દાવો કર્યો કે તે સર્જરી કરાવીને પાછો આવ્યો છે.