બેગલુરૂ પોલીસે આઈએસઆઈએસ કનેક્શનના આરોપી મેંહદીની ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે ચેનલ 4 એ દાવો કર્યો હતો કે બેંગલુરૂમાં રહેનારા ભારતીય મેંહદી મહબૂબ બિસ્વાસ આઈએસઆઈએસનું સૌથી મોટુ ટ્વિટર એકાઉંટને ચલાવી રહ્યો હતો. તેને આઈએસઆઈએસનો સૌથી સફળ ટ્વિટર એકાઉંટ @ShamiWitness બતાવાય રહ્યુ છે. એનઆઈએ અને બેંગલુરૂ પોલીસ ટ્વિટરના તારની તપાસમાં લાતી છે.
મુશ્કેલી એ છે કે મીડિયાને આની જાણ થયા પછી ટ્વિટર એકાઉંટ બંધ થઈ ગયુ છે. બ્રિટિશ ન્યુઝ ચેનલ 4એ દાવો કર્યો કે @ShamiWitness ટ્વિટર ચલાવનારા વ્યક્તિ સાથે તેની વાત પણ થઈ. મેંહદી નામના આ વ્યક્તિને આ ટ્વિટર એકાઉંટ ગયા વર્ષે એક્ટ્વિ થ્જયો હતો અને ત્યારબાદથી સતત આ હેંડલ સાથે આઈએસઆઈએસના ફોટો વીડિયો પોસ્ટ કરવામાં આવી રહ્યા હતા. એવુ કહેવાય રહ્યુ છે કે આ એકાઉંટ આઈએસઆઈએસના સમર્થકો અને ભર્તીની માહિતી માટે એક મોટુ માધ્યમ હતુ.