શેજેન ટેલીવિઝનના હવાલાથી સરકારી ગ્લોબલ ટાઈમ્સે સમાચાર આપ્યા છે કે ભારત ફ્રાસમાં બનેલ લડાકૂ વિમાનોને પાકિસ્તાન અને ચીન સાથે જોડાયેલ વિવાદિત વિસ્તારોમાં ગોઠવશે. છાપા મુજબ સ્ટૉકહોમ ઈંટરનેશનલ પીસ રિસર્ચ ઈંસ્ટીટ્યૂટ (સિપ્રી)ની એક તાજેતરની રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ભારત દુનિયાનો સૌથી મોટો હથિયાર આયાતક છે. એશિયાઈ ક્ષેત્રમાં હથિયારોનુ વધુ આયાત મુખ્ય રૂપે તેથી કરવામાં આવે છે કારણ કે પશ્ચિમ એશિયામાં સુરક્ષા વાતાવરણ અસ્થિર છે અને ચીનના પડોશીઓથી ચિંતાઓ વધી રહી છે.
શેંજેન ટેલીવિઝનની રિપોર્ટ મુજબ રાફેલ લડાકૂ વિમાન ઉડાન ભરવાની સ્થિતિમાં પરમાણુ હથિયારોથી લૈસ હોય છે અને તેનો મતલબ એ છે કે ભારતની પરમાણિક નિવારક ક્ષમતામાં ખૂબ સુધાર આવશે. શંઘાઈ ઈંસ્ટીટ્યૂટ્સ ફોર ઈંટરનેશનલ સ્ટડીઝમાં દક્ષિણ એશિયા અભ્યાસના નિદેશક ઝાઓ ગેનચેંગે કહ્યુ, 'ભારત રાફેલની તકનીક પણ ખરીદવા માંગે છે. પણ ફ્રાંસે તેનાથી ઈંકાર કરી દીધો. જેનો મતલબ છે કે ફ્રાંસની આવી કોઈ ઈચ્છા નથી કે તે ભારતની સૈન્ય ઔદ્યોગિક વ્યવસ્થાને પ્રોત્સાહન આપવામાં તેની મદદ કરે.