ચીનની કોલ માઈનિંગ કંપનીની ઈમારતમાં ભીષણ આગ, 25 લોકો દાઝી જવાથી મોત

ગુરુવાર, 16 નવેમ્બર 2023 (14:48 IST)
fire in china
ચીનની કોલ માઈનિંગ કંપનીની ઈમારતમાં ભીષણ આગ લાગવાના સમાચાર છે. આ આગને કારણે 25 લોકોના મોત થયા છે. મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ફાયર એન્જિન આગ ઓલવવામાં વ્યસ્ત છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઉત્તર ચીનના શાંક્સી પ્રાંતમાં કોલ માઈનિંગ કંપનીની ઈમારતમાં ગુરુવારે આ આગ લાગી હતી. આગમાં ઓછામાં ઓછા 25 લોકોના મોત થયા હતા.

 
ચીનના સરકારી મીડિયાએ આ માહિતી આપી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લુલિયાંગ સિટીના લિશી જિલ્લામાં સ્થિત પાંચ માળની બિલ્ડિંગના બીજા માળે આગ લાગી હતી. રાજ્ય સમાચાર એજન્સી સિન્હુઆએ અહેવાલ આપ્યો છે કે ગુરુવારે સવારે આગ ફાટી નીકળ્યા બાદ 25 લોકોના મોત થયા હતા. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે બચાવ પ્રયાસો ચાલુ છે. તેમણે જણાવ્યું કે આ ઈમારત ખાનગી યેંગજુ કોલ માઈન કંપનીની છે જેની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 120 ટન છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર