યૂએસજીના જણાવ્યા મુજબ આ શક્તિશાળી ભૂકંપનુ કેન્દ્ર સાત કિલોમીટરના ઊંડાણમાં હતુ અને આ સ્થાનીક સમય મુજબ છ વાગીને 47 મિનિટ પર આવ્યો. ધરતી ધ્રૂજતાં હજારો મકાનોને નુકસાન પહોંચ્યું હતું. એકમાળિયા મકાનો સહિત સંખ્યાબંધ ઊંચા મકાનો ધરાશાયી થયા હતા. ટાપુના સેમ્બાલુન વિસ્તારમાં સૌથી વધુ નુકસાન નોંધાયું હતું. એક હજાર જેટલા મકાનો અને ઈમારતોને નુકસાન થયું હતું. ભેખડો ધસી પડી હોવાથી એક મહિલા પર્યટકનું પણ મૃત્યુ થયું છે. લોમ્બોક ઈંડોનેશિયાનુ લોકપ્રિય પર્યટન સ્થળ છે અને આ રિઝોર્ટ માટે જાણીતા દ્વીપ બાલીથી 100 કિલોમીટર પૂર્વમાં આવેલુ છે.