Plane Crash- અમેરિકાના કેલિફોર્નિયામાં રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ,

મંગળવાર, 12 ઑક્ટોબર 2021 (13:09 IST)
અમેરિકાના કેલિફોર્નિયામાં એક પ્લેન ક્રેશની દુર્ઘટના થઈ છે. આ પ્લેન ક્રેશન રહેણાંક વિસ્તાનમાં મકાન પર ક્રેશ થવાના જાણવા મળી રહ્યુ છે. આ પ્લેન પણ ક્રેશ થવાને કારણે સ્કૂલમાં પણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં બે લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે. રહેણાંક મકાન પર પ્લેન ક્રેશ વીડિયો સોશિયલ મીડિયા પર હાલ ઝડપથી  વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સ્થાનિક વિસ્તારમાં ઘર પર પ્લેન ક્રેશ થયું છે. આ ઘટના કેલિફોર્નિયામાં આવેલ સૈંટાના હાઈસ્કૂલ પાસે ઘટી છે. જે લોસ એંન્જિલસના સૈંટી નેબરહુડ પાસેજ આવેલું છે. ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં ભાગદોડ મચી ઉઠી હતી. 
 
પ્લેનમાં 6 યાત્રીઓ સવાર હતા પ્રાપ્ત થતિ માહિતી અનુસાર જે પ્લેન ક્રેશ થયું છે. તે 2 એન્જિન વાળું પ્લેન હતું. સાથેજ પ્લેનમાં 6 યાત્રીઓ પણ સવાર હતા. જેણે એરિજોનાના યુમાથી ઉડાન ભરી હતી. વીડિયોમાં આપ જોઈ શકો છો કે ફાયર અધિકારીઓ આગને કાબૂમાં કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ઘટનામાં એક ટ્રક પણ આગની ઝપેટમા આવતો દેખાઈ રહ્યો છે. પ્લેન ક્રેશ બાદ ત્યા ટ્રકનો અકસ્માત થયો સમગ્ર મામલે અધિકારીઓનું કહેવું છે કે પ્લેન રહેણાંક વિસ્તારમાં આવેલ એક મકાનમાં પડ્યું હતું.જેના કારણે મકાનમાં આગ લાગી તે સમયે ત્યા ટ્રકનો પણ અકસ્માત થયો જેથી ટ્રકમાં પણ આગ લાગી હતી. પરિણામે ફાયર અધિકારીઓ તુરંત સ્થળ પર પહોચ્યા હતા . 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર