ઘણીવાર કપલ પોતાનો પ્રેમ અને વિશ્વાસ બતાવવા માટે વિચિત્ર હરકત કરે છે. એક રશિયન સોશિયલ મીડિયા ઈંફ્લુએંઝરે આવું જ કંઈક કર્યું જે વાયરલ થઈ થતા લોકોએ તેની ટીકા શરૂ કરી. આ યુવકે પહેલા તેની ગર્લફ્રેન્ડને કારની છત પર બાંધી, પછી આખા શહેરમાં તેને ફેરવી. યુવકે પોતે જ આ ઘટનાનો વીડિયો શેયર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે આ ઘટના રશિયાની રાજધાની મોસ્કોની છે. અહીં લોકો રસ્તા પર એક દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા જ્યારે એક યુવક એક યુવતીને કારની છત પર બાંધીને તેને ફેરવી રહ્યો હતો. આ યુવાનનું નામ સર્ગેઈ કોસેન્કો છે. આ રશિયાનો સોશિયલ મીડિયા ઈંફ્લુએંજર છે. સ્ટંટ દરમિયાન યુવકે તેની ગર્લફ્રેન્ડને કારની છત સાથે બાંધીને શહેરમાં ફેરવી અને આ દરમિયાન સેંકડો લોકો બંનેને જોતા રહ્યા.
જોકે પ્રેમના પારખા કરવાની આ રીત લોકોને બિલકુલ ગમી નહી. લોકો સોશિયલ મીડિયા પર તેની ટીકા પણ કરી રહ્યા છે. એટલું જ નહીં, પોલીસે તેના પર ભારે દંડ પણ લગાવ્યો છે. તેમજ સોશિયલ મીડિયા પર મુકવામાં આવેલા વીડિયોના આધારે પોલીસ પણ આ મામલાની તપાસ કરી રહી છે. જોકે, તેણે આ હરકત માટે માફી પણ માંગી છે. અહીં જુઓ વીડિયો