Bangladesh: ફેસબુક પોસ્ટને લઈને છેડાયો વિવાદ, મંદિરો પછી હવે કટ્ટરપંથીઓએ 65 ઘરોમાં લગાવી આગ

સોમવાર, 18 ઑક્ટોબર 2021 (18:36 IST)
બાંગ્લાદેશ (Bangladesh) માં હિંદુ અલ્પસંખ્યકો વિરુદ્ધ ગયા અઠવાડિયે કુમિલામાં દુર્ગા પૂજા ઉત્સવ દરમિયાન શરૂ થયેલી હિંસા બંધ થવાનુ નામ નથી લઈ રહી. (Violenece against Hindu community) કુરાનની કથિત અપવિત્રતા પર શરૂ થયેલી હિંસાની આગને જોતા, તે સમગ્ર દેશમાં ફેલાયેલી જોવા મળી રહી છે. રંગપુરના પીરગંજ ઉપજીલ્લાના એક ગામમાં હિન્દુ સમુદાયના સભ્યોના ઘરો પર ટોળાએ હુમલો કર્યો હતો. પોલીસે કહ્યું કે હિંસા ફેસબુક પોસ્ટ દ્વારા કરવામાં આવી હતી જેમાં ધાર્મિક રીતે અપમાનજનક સામગ્રી હતી. પોસ્ટ હિન્દુ વ્યક્તિ દ્વારા ફેસબુક પર અપલોડ કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.
 
અહીંના રંગપુર જિલ્લામાં એક સોશિયલ મીડિયા પોસ્ટને લઈને કેટલાક લોકોએ હિન્દુ સમુદાયના ઘરોમાં આગ લગાવી દીધી. તેમાં 20 ઘર સંપૂર્ણ રીતે સળગીને ખાખ થઈ ગયા. આ ઘટના પીરગંજમાં રામનાથપુર યુનિયનમાં માજિપારા વિસ્તારમાં રવિવારે સાંજે બની હતી. યુનિયન પરિષદના ચેરમેન મોહમ્મદ સદીકુલ ઈસ્લામે જણાવ્યું કે ઉપદ્રવિઓએ 65 ઘરોમાં આગ લગાવી હતી. આગ ચાંપનાર લોકો સ્થાનિક સંસ્થા જમાત-એ-ઈસ્લામી અને તેની સ્ટુડન્ટ વિંગ ઈસ્લામી છાત્ર શબિરના સભ્ય હતા. પોલીસના જણાવ્યા મુજબ, એક હિન્દુ વ્યક્તિએ ફેસબુક પર ધર્મને લઈને અપમાનજનક પોસ્ટ કરી હતી, જે પછી હિંસા ભડકી હતી
 
સ્થાનિક યુનિયન કાઉન્સિલના પ્રમુખ મોહમ્મદ સાદકુલ ઇસ્લામના જણાવ્યા અનુસાર, રવિવારે રાત્રે થયેલા હુમલા દરમિયાન લગભગ 65 મકાનોને આગ લગાડવામાં આવી હતી. આ આગને કારણે ઓછામાં ઓછા 20 મકાનો સંપૂર્ણપણે બળી ગયા હતા. ઇસ્લામે આરોપ લગાવ્યો હતો કે હુમલાખોરો જમાત-એ-ઇસ્લામી (JEI) અને તેની વિદ્યાર્થી પાંખ ઇસ્લામી છાત્ર શિબિરના સ્થાનિક એકમના હતા. સાથે જ  ઘરો પરના હુમલા વિશે બોલતા, વરિષ્ઠ પોલીસ અધિકારી મોહમ્મદ કામરુઝ્ઝમાને કહ્યું કે તણાવ વધતાં પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચ્યું અને હિન્દુ માણસના ઘરની સુરક્ષા કરી. અમે તેના ઘરને બચાવવામાં સફળ રહ્યા હતા, પરંતુ હુમલાખોરોએ આસપાસના 15 થી 20 ઘરોમાં આગ લગાવી દીધી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર