Bangladesh Factory Fire: બાંગ્લાદેશમાં એક ફેક્ટરીમાં આગ, 52 લોકોના મોત અને 50થી વધુ ઘાયલ

શુક્રવાર, 9 જુલાઈ 2021 (15:50 IST)
બાંગ્લાદેશની રાજધાની ઢાકાના બહારના ક્ષેત્રમાં એક ફેક્ટરીમાં આગ ફાટી નીકળી હતી, જેમાં 52 લોકો માર્યા ગયા હતા અને 50 થી વધુ ઘાયલ થયા હતા. શુક્રવારે એક સમાચારમાં આ માહિતી આપવામાં આવી છે. ફાયર અધિકારીઓના જણાવ્યા મુજબ, ગુરુવારે સાંજે પાંચ વાગ્યે નારાયણગંજમા શેજાન જ્યુશ ફેક્ટરીમા આગ લાગી હતી. એવી આશંકા છે કે આગ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરથી શરૂ થઈ હતી અને કેમિકલ્સ અને પ્લાસ્ટિકની બોટલો હોવાને કારણે તે ઝડપથી ફેલાઇ હતી.
 
ઢાકા ટ્રિબ્યુન' ના સમાચાર મુજબ આ દુર્ઘટનામાં 52 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને 50 થી વધુ લોકો દાઝી ગયા હતા. ભયાનક આગથી બચવા ઘણા મજૂરો ઇમારત પરથી કૂદી પડ્યા હતા.
 
સમાચાર  મુજબ હાશેમ ફુડ્સ લિમિટેડની ફેક્ટરી બિલ્ડિંગમાં આગને કાબૂમાં કરવા માટે 18 ફાયરબિગ્રેડની ગાડીઓ લાગી હતી. લોકો પોતાના ગુમ થયેલા પ્રિયજનોની શોધમાં મકાનની સામે ભેગા થયા છે  ગુમ થયેલ લોકોમાં 44 મજૂરોની ઓળખની ચોખવટ કરવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર