સરકારે સોમવારે કહ્યુ કે અનુચ્છેદ 370ને હટાવવુ જરૂરી હતુ. કારણ કે તેમા જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળતુ હતુ. સરકરે કશ્મીરના રાજનીતિક દળોની નિંદા કરી. જેમા પૂર્વ મુખ્યમંત્રી અમર અબ્દુલ્લા અને મહેબુબા મુફ્તી સામેલ છે. જે સતત સંવિધાનના અનુચ્છેદ 370ને હટાવવાનો આરોપ કરી રહ્યા હતા. બીજી બાજુ ભારતના નિર્ણયથી સૌથી વધુ પાકિસ્તાન ગભરાયુ છે.
પાકિસ્તાનની સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ કાશ્મીરની પરિસ્થિતિ પર ચર્ચા માટે મંગળવારે કૉર્પ્સ કમાંડરોની બેઠક બોલાવી ચે. જિયો ન્યુઝ મુજબ કોર્પ્સ કમાંડરોની બેઠકનો એજંડા જમ્મુ અને કાશ્મીરમાં અનુચ્છેદ 370 સમાપ્ત કરવાના ભારતના પગલા અને નિયંત્રણ રેખા પર હાજર પરિસ્થિતિ અને કાશ્મીરમાં તેની અસરનુ વિશ્લેષણ કરવાનુ છે.
ઈમરાને મલેશિયાઈ પ્રધાનમંત્રી મહાથિર મોહમ્મદને કહ્યુ, "ભારતના આ પગલાથી બે પરમાણુ સંપન્ન પડોશીઓ વચ્ચેના સંબંધો બગડશે." તેના પર મોહમ્મદે કહ્યુ કે તેમનો દેશ કાશ્મીરની સ્થિતિ પર બરાબર નજર રાખી રહ્યુ છે અને પાકિસ્તાનના સંપર્કમાં રહેશે.
ઉલ્લેખનીય છે કે ભારત સરકારે સોમવારે સંવિધાનના આર્ટિકલ 370ને સમાપ્ત કરી દીધુ, જે કાશ્મીરના વિશેષ રાજ્યને દરજ્જો પ્રદાન કરતો હતો. હવે જમ્મુ અને કાશ્મીર રાજ્ય ન રહેતા બે કેન્દ્ર શાસિત પ્રદેશોઅમાં વહેંચાઈ જશે. જેમાથી એક જમ્મુ અને કાશ્મીર અને બીજુ લદ્દાખ રહેશે. જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા હશે પણ લદ્દાખમાં વિધાનસભા નહી હોય.