તાલિબાને (Taliban) અફઘાનિસ્તાનમાં નવી સરકારની રચનાની જાહેરાત કરી દીધીછે. અફઘાનિસ્તાનમાં એક કાર્યવાહક સરકાર રહેશે. જેના મુખિયા મુલ્લા મુહમ્મદ હસન અખુંદની રહેશે. નવી સરકારમાં કુલ 33 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જોકે તેમાં કોઈ મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
નવી સરકારના પ્રમુખ મુલ્લા હસન તાજેતરમા& તાલિબાનની શક્તિશાળી નિર્ણય લેતી સંસ્થા રહબારી શૂરા અથવા નેતૃત્વ પરિષદના પ્રમુખ છે. આ પરિષદ સરકારી કેબિનેટની જેમ કામ કરે છે અને સમૂહની તમામ બાબતો પર ધ્યાન રાખે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુલ્લા હિબતુલ્લાએ ખુદ સરકારનું નેતૃત્વ કરવા માટે મુલ્લા હસનનું નામ સૂચવ્યું હતું.