તાલિબાને સોમવારે પંજશીર પ્રાંત પર કબજો મેળવ્યાનો દાવો કર્યા બાદ આજે અહીં ફરી એક વખત યુદ્ધ ઉગ્ર બનવાના અહેવાલો છે. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેટલાક અજાણ્યા લશ્કરી વિમાનો દ્વારા પંજશીરમાં તાલિબાનની જગ્યાઓ પર હવાઈ હુમલા કરવામાં આવ્યા છે. કેટલાક વિદેશી પત્રકારોએ પંજશીરના ડેપ્યુટી ગવર્નરને ટાંકીને આ વિસ્તારમાં ભીષણ લડાઈનો દાવો કર્યો છે.